Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ઉનાના પાલડીમાં જુગાર રમતા ૩ મહિલા સહિત પાંચ વ્‍યકિતઓ ૧૮૮૦૦ રોકડ સાથે ઝડપાયા

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૨૩ : તાલુકાના પાલડીમાં જુગાર રમતા ૩ મહિલા સહિત ૫ વ્‍યકિતઓને ૧૮,૮૦૦ની રોકડ સાથે પોલીસ પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

તાલુકાના પાલડી ગામે નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશનના મહિલા એ.એસ.આઇ કે.બી.પરમાર પોલીસ કર્મચારી સહદેવસિંહ જે. ચુડાસમા અને સ્‍ટાફે રેડ કરતા જાહેરમાં રૂપિયાની હારજીતનો જુગાર રમતા ભગવાન ગીરી વાલમ મેનાથી રહે. પાલડી, ધીરૂભાઇ બાબુભાઇ રહે. કાજરડી, લખીબેન ચનાભાઇ બાંભણીયા રે. પાલડી, ગીતાબેન જેશાભાઇ સોલંકી રહે. પાલડી, કવિતાબેન મોહનભાઇ સોલંકી રહે. પાલડીને રોકડા રૂપિયા ૧૮,૮૦૦ સાથે પકડી નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશને લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

(11:12 am IST)