Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જામકંડોરણા તાલુકા કક્ષાના પ્રજાસત્તાકદિનની બરડીયા ખાતે ઉજવણી

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૨૩ : ભારતના ૭૪માં પ્રજાસત્તાક દિનની જામકંડોરણા તાલુકા કક્ષાની ઉજવણી તાલુકાના બરડીયા ગામે તાલુકા શાળા ખાતે કરવામાં આવશે.

તા. ૨૬ને ગુરુવારના રોજ સવારના ૯ કલાકે જામકંડોરણા મામલતદારના હસ્‍તે ધ્‍વજવંદનનો કાર્યક્રમ યોજાશે. આ ઉજવણી પ્રસંગે ધ્‍વજવંદન પોલીસ પરેડ, સાંસ્‍કૃતિક કાર્યક્રમ અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

(11:44 am IST)