Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગોંડલઃ વૃધ્‍ધ સાસુ-સસરાના મકાન ઉપર કબજો મેળવનાર પુત્રવધુને કબજો પરત કરવા હાઇકોર્ટનો હુકમ

ગોંડલ, તા.૨૩: સૌરાષ્‍ટ્રના બહુ ચર્ચિત ગોંડલ ના તબીબ પત્‍ની કેસમા, પોષ એરિયા એવા કૈલાશ બાગ મા આવેલા સાસુ સસરા ના મકાન પર પુત્રવધુ હિરલ વાલજીભાઈ બુન્‍હા  તેના શિક્ષક માતા-પિતા, માસા,મામા અને બનેવી ની મદદ થી તાળા તોડી કબ્‍જો કરાયા ના અઢી વર્ષ બાદ  હાઈ કોર્ટ  દ્વારા મકાન નો કબ્‍જો પુત્રવધુ પાસે થી પરત આપવા વળદ્ધ સાસુ-સસરા ની તરફેણમાં ચુકાદો ફરમાવ્‍યો છે.

પ્રાપ્ત વિગત મુજબ તબીબી આલમ મા ચકચારી બનેલી ઘટનામા  ગોંડલના તબીબ ડો.લક્ષિત સાવલીયાના પત્‍ની  હિરલબેન દ્વારા  પતિ સામેના જંગમા  શિક્ષક  માતાપિતા વાલજીભાઈ બુન્‍હા તથા  અંબાબેન, માસા ધીરુભાઈ દેવશીભાઈ ખાતરા, મામા દિલાભાઈ સેલડીયા અને બનેવી મયુર કિશોરભાઈ કાકડીયાની મદદથી ગોંડલ ના પોશ એરિયા ના કરોડો ની કિંમત વાળા સાસુ સસરા ના મકાન ના અઢી વર્ષ પહેલા તાળા તોડી કબ્‍જો જમાવ્‍યો હતો.

 અઢી વર્ષ થી ભાડા ના મકાન માં રહેતા વળદ્ધ સાસુ-સસરા દ્વારા  ‘સિનિયર સીટીઝન એકટ' મુજબ ની અરજી  ડિસ્‍ટ્રીકટ મેજિસ્‍ટ્રેટ-ગોંડલ સમક્ષ કરાઇ હતી. જેમા  ડિસ્‍ટ્રીકટ મેજિસ્‍ટ્રેટ દ્વારા પુત્રવધુ ને ઘર ખાલી કરવાનો હુકમ અપાયોહતો.બાદમા હિરલબેન દ્વારા  હુકમ  સામે જીલ્લા કલેક્‍ટરમા વાંધા અરજી કરાઇ હતી.જેમા કલેક્‍ટર દ્વારા વાંધા અરજી અમાન્‍ય રાખી  ઘર ખાલી કરવાનો હુકમ  અપાયો હતો.

કરોડોની કિંમતના ઘર અંગે પુત્રવધુ હિરલબેને  કલેક્‍ટરના હુકમ સામે હાઈકોર્ટ અપીલ કરી હતી. દરમ્‍યાન હાઈ કોર્ટ એ પુત્રવધુ હિરલબેન ની અપીલ ફગાવી દઇ સ્ત્રી તરફી કાયદા નો ગેરફાયદો લઈ સાસુ-સસરા ના મકાન ના કબ્‍જા ને ગેરકાનૂની માની ને પુત્રવધુ હિરલબેન ને ત્રણ અઠવાડિયા મા વળદ્ધ સાસુ સસરાનું સ્‍વપારજીત મકાન ખાલી કરી ને વળદ્ધ સાસુ સસરાને પરત સોંપવાનો ઐતિહાસિક ચુકાદો ફરમાવાયો હતો.આ  કેસ મા વળદ્ધ સાસુ સસરા તરફ થી વકીલ શ્રી હ્રીદય બુચ,શિવલાલ ભંડેરી,નિરંજય ભંડેરી,પીનાંક રૈયાણી અને રવિ ઠકરાર રોકાયેલા હતા.

(11:45 am IST)