Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મોરબી સિરામિક ઉદ્યોગના માલિકો-કર્મચારીઓને પ્રોપેન ગેસના ઉપયોગ માટે સલામતીનું માર્ગદર્શન અપાયું

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૨૩: પેટ્રોલિયમ એન્‍ડ એક્‍સપ્‍લોઝિવ સેફ્‌ટી ઓર્ગેનાઈઝેશન ગુજરાત દ્વારા મોરબી સિરામિક એસોસિએશનના સહયોગથી મોરબી સિરામિક ઉદ્યોગના માલિકો અને કર્મચારીઓ માટે સલામતી જાગળતિ તાલીમ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ૧૦૪૦ જેટલા ઉધોગના કર્મચારી તથા ઉધોગના માલિકોએ ભાગ લીધો હતો. અને સુરક્ષા કાર્યક્રમનું ઉદઘાટન ડૉ. આર. વેણુગોપાલ (IPESS), જોઈન્‍ટ ચીફ કંટ્રોલર ઑફ એક્‍સપ્‍લોઝિવ, ગુજરાત દ્વારા કરવામાં આવ્‍યું હતું. તેમણે તેમના ઉદઘાટન પ્રવચનમાં સલામતી ધોરણો જાળવવા માટે સિરામિક ઉદ્યોગો તરફથી વધુ પ્રયત્‍નોની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. વધુમાં ડો. વેણુગોપાલે પ્રોપેન સુરક્ષામાં તાલીમ આપવાના આ પ્રયાસમાં પેટ્રોલિયમ એન્‍ડ એક્‍સપ્‍લોઝિવ સેફ્‌ટી ઓર્ગેનાઈઝેશન અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી તમામ સહકારની ઓફર કરી હતી. મોરબી ખાતેના મેગા ઈવેન્‍ટમાં સિરામિકના પ્રમુખ હરેશ બોપલિયા, વિનોદભાઈ ભાડજા, કિરીટ પટેલ તેમજ એસો.ના સભ્‍યો સાથે ૪૫૦ ફેક્‍ટરીઓના કર્મચારીઓએ ભાગ લીધો હતો. PESO, IOCL, BPCL, HPCL અને Aeigisના ટેકનિકલ નિષ્‍ણાતો દ્વારા સત્રો આપવામાં આવ્‍યા હતા અને સિરામિક ઉદ્યોગોના કર્મચારીઓ અને માલિકોની જંગી ભાગીદારીએ પ્રોપેન સ્‍ટોરેજ, હેન્‍ડલિંગ અને ટ્રાન્‍સપોર્ટેશનમાં સલામતી પ્રદાન કરવામાં ઇવેન્‍ટને મોટી સફળતા આપી હતી.(

(11:58 am IST)