Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ઓખા સરસ્‍વતી શિશુ મંદિરમાં ભારતીય સંસ્‍કળતિનો સાંસ્‍કળતિક કાર્યક્રમ

ઓખાઃ ઓખા ખાતે ઓખા સરસ્‍વતી શિશુ મંદિરમાં ભારતીય સંસ્‍કળતિનો સાંસ્‍કળતિક કાર્યક્રમ કરવામાં આવેલ. કોરોના કાળ બાદ પહેલો સાંસ્‍કળતિક કાર્યક્રમ કરવામાં આવેલ. આ કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્‍કળતિ મુજબ દીપ પ્રાગટય અને મંત્રોચ્‍ચાર સાથે કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં ધોરણ ૧ થી ૮ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.વિદ્યાર્થી ઓ દ્વારા અલગ અલગ વિષય પર કાર્યક્રમ પ્રસ્‍તુત કરી આવેલ મહેમાનો તથા વિદ્યાર્થીના વાલીઓને મંત્રમુગ્‍ધ કર્યા.આ કાર્યક્રમ માં ભાગ લેનારને મહેમાનો દ્વારા રોકડ પુરસ્‍કાર આપી પ્રોત્‍સાહિત કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધર્મસભાના પ્રમુખ જગદીશભાઈ શાષાી,દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના આનંદભાઈ હરખાણી,ઓખાના વેપારી અગ્રણી અનુપમભાઈ બારાઈ,ઓખા ચેમ્‍બર ઓફ કોમર્સ ના પ્રમુખ પ્રવીણભાઈ ગોકાણી,ઓખા ગ્રેઇન મર્ચન્‍ટ એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ પંચમતીયા, ઓખા ગ્રેઇન મર્ચન્‍ટ એસોસિએશનના ઉપપ્રમુખ કેતનભાઈ સુતરીયા, ઓખાના વેપારી અગ્રણી કેવલભાઈ કેર,ઓખા રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ હીનાબેન મોહનભાઇ બારાઈ, ઓખા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન દક્ષાબેન થોભાણી,ઓખા શહેર મહિલા મોરચાના પ્રમુખ કૌશલ્‍યાબેન ફોફંડી, ડૉ. આશાબેન પટેલ તથા વિદ્યાર્થીના વાલીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો આર્થિક સહયોગ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ દ્વારા આપવામાં આવેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓખા સરસ્‍વતી શિશુ મંદિરના પ્રિન્‍સિપાલ તેમજ તેમના સ્‍ટાફ એ જહેમત ઉઠાવી હતી.

(12:04 pm IST)