Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

બોટાદમાં દેવીપુજક સમાજની માસુમ બાળકી ઉપર દુષ્‍કર્મ કરી મોત નિપજાવ્‍યાંની ઘટનામાં આવેદન

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૩: ગોંડલ શહેરી તથા ગ્રામ્‍ય વિસ્‍તારના દેવીપુજક સમાજ દ્વારા બોટાદમાં દેવીપજક સામજની નવ વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્‍કર્મ કરી મોત નિપજાવ્‍યાંની ઘટનામાં મામતદારને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું આવેદન પત્ર માં જણાવાયું હતું કે  બોટાદમાં ગત તા.૧૫/૦૧/૨૦૨૩ ના રોજ સાંજના સમયે બોટાદ ગામની દેવીપુજક સમાજની નવ વર્ષની માસુમ બાળકી પતંગ લેવા ગયેલ તે સમયે આરોપી રાજેશ દેવસંગભાઈ ચૌહાણ રહે.બોટાદ નાએ બોટાદ ઢાંકણીયા રોડ ઉપર આઈ.ટી.આઈ. પાછળ ફુલવાડી તરીકે ઓળખાતા વિસ્‍તામાં આવેલ ખંડેર કવાર્ટરમાં લઈ જઈ બાળાને અર્ધનગ્ન કરી દુષ્‍કર્મ કરી મોત નિપજાવેલ હોય જે અનુસંધાને  ગોંડલ શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારના દેવીપુજક સમાજના લોકો દ્વારા ઉપરોકત રાજેશ દેવસંગભાઈ ચૌહાણ વિરુદ્ધ કડક હાથે પગલા લેવા જરૂરી છે.

ઉપરોકત બનાવ અનુસંધાને ગોંડલ શહેરના તથા ગ્રામ્‍ય વિસ્‍તારના દેવીપુજક સમાજના લોકો આવા તત્‍વોની કારણે અમારા સમાજની દિકરીઓ સલામત નથી. જેથી આવા બિજા કિસ્‍સા ન બને તે માટે આ આવેદન પત્ર આપવાની ફરજ પડેલ છે.  ઉપરોકત કસુરવાર રાજેશ દેવસંગભાઈ ચૌહાણની સામે કડકમાં કડક હાથે કામ લઈ કાયદાનું ભાન કરાવવા અમારી ન્‍યાયીક માંગણી છે તેવું અંતમાં જણાવ્‍યું હતું.(તસવીરઃ ભાવેશ ભોજાણીઃ ગોંડલ)

(12:05 pm IST)