Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જામજોધપુર શહેરમાં ગુરૂવંદના મહોત્‍સવ અંતર્ગત આયોજન અંગે બેઠક યોજાઈ..

તૈયારીઓનો ધમધમાટ, મંદીર રોશનીથી જગમગ્‍યું: શહેરીજનોમાં અનેરો ઉત્‍સાહ

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર, તા.૨૩: શહેરમાં અક્ષર નિવાસી શાષાી સ્‍વામી પૂ.ભગવતચરણ દાસજીની ભવ્‍ય સ્‍મળતિમાં ગુરુવંદના મહોત્‍સવ યોજાવા જઈ રહ્યો છે જેને હવે ગણતરીના દિવસો જ બાકી હોય જેને લઈ જામજોધપુર સ્‍વામિનારાયણ માધ્‍યમિક શાળા ખાતે રાજકોટ ભુપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરના કોઠારી અને શાષાી પૂ.રાધારમણદાસજી સ્‍વામી અને કોઠારી પૂ.જગતપ્રસાદ દાસજી સ્‍વામીની અધ્‍યક્ષતામાં આયોજન બેઠક મળી હતી, આ આયોજન બેઠકમાં મહોત્‍સવ અંતર્ગત વિવિધ આયોજન અને વ્‍યવસ્‍થા અંગેની ચર્ચા કરાઈ હતી, જેમાં રાજકોટ બાલાજી મંદિરથી પૂ.મુનિવત્‍સલ સ્‍વામી, વિસાવદરથી પૂ.આનંદ સ્‍વામી, દ્વારકાથી પૂ.કે.પી.સ્‍વામી, વિસાવદર થી પૂ.જયસ્‍વરૂપ સ્‍વામી સહિતના સંતો તથા જામજોધપુર શહેરના ધાર્મિક, સામાજિક,શૈક્ષણિક સંસ્‍થાઓના ટ્રસ્‍ટીઓ, કારોબારી સભ્‍યો, વિવિધ જ્ઞાતિ સમાજોના આગેવાન, ગરબી મંડળના પ્રમુખો તેમજ વેપારીઓ અને ભાવિક જનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતાં અને આ ગુરુવંદના મહોત્‍સવ ભવ્‍યથી ભવ્‍ય રીતે ઉજવાઈ તે અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી અને બેઠકમાં પૂ.રાધારમણ સ્‍વામીએ જણાવ્‍યું હતું કે તા.૨૯/૦૧/૨૦૨૨ ના રોજ શોભાયાત્રામાં ભાઈઓ સફેદ શર્ટ  અથવા ઝભ્‍ભો અને બહેનો લાલ સાડી અથવા ડ્રેસ પહેરીને બહોળી સંખ્‍યામાં આ ભવ્‍ય શોભયાત્રામાં જોડાઈ બપોરે ૨.૩૦ કલાકે જલારામ મંદિર મુકામે ઉપસ્‍થિત રહેવા અનુરોધ કર્યો છે, સાથે મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્‍યું છે અને જામજોધપુર શહેરમાં ધરે ધરે જઈ આમંત્રણ પત્રિકા અપાઈ રહી છે, શહેરીજનોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો છે.

(12:07 pm IST)