Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

માસાંતે ઉત્તરના બર્ફીલા પવનો વહેતા થશે ત્‍યારે કેવી કાતિલ ઠંડી હશે ?

જો હાલ રાજસ્‍થાન સ્‍થિત એન્‍ટિ સાયકલોનિક સિસ્‍ટમથી ગુજરાતમાં ઠંડીનો આટલો પ્રભાવ છે તો.. : વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ હટતા જ ઉત્તરના પવનનો ગુજરાત ભણી વહેતા થશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા ૨૩ : વિતેલા વર્ષ ૨૦૨૨ના ચોમાસાને જો યાદ કરીએ તો છેક સપ્‍ટેમ્‍બર માસ સુધી, અર્થાત નવરાત્રીના નોરતા સમયે પણ રાજયમાં ઘણા વિસ્‍તારોમાં છૂટો છવાયો વરસાદ વરસતો રહ્યો હતો. એટલે કે ચોમાસુ શરૂ પણ મોડું થયેલુ અને પુરૂ પણ મોડુ થયું હતું. ઋતુચક્ર જાણે લેઇટ ચાલી રહ્યું છે. તેવી અનુભુતિ ત્‍યારે પણ અને હાલ પણ થઇ રહી છે. સૌથી વધુ ઠંડી વાતી હોય તેને બદલે પોષ અને ડિસેમ્‍બરમાં ઠંડી સવા સાવ સામાન્‍ય રહેલી ઇરાન-અફઘાન થઇ હિમાલય તરફ પસાર થતા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ (ડબલ્‍યુડી) તો સિલસીલો હજુ ચાલી રહ્યો છે. એક પછી એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ જમ્‍મુ કાશ્‍મીર પરથી પસાર થઇ આગળ ન ધપે ત્‍યાં સુધી આ સિસ્‍ટમોની પવનોની ગતિને કારણે ઉત્તરના ઠંડાગાર પવનો ગુજરાત સુધી આવતા રોકાઇ જઇ. ગુજરાતમાં ઠંડીમાં રાહત હોય છે. પરંતુ આ વેળા રાજસ્‍થાન સ્‍થિત એન્‍ટી સાયકલોનિક સિસ્‍ટમને પગલે હાલ ગુજરાતમાં શિત લહેરનો ભારે પ્રભાવ જોવા મળી રહ્યો છે. ક્રમશઃ પસાર થઇ રહેલા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ આગામી ૨૭ જાન્‍યુઆરી સુધી રહેશે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ હટતા જ ઉતર તરફના ઠંડાગાર પવનો છેક ગુજરાત સુધી ફરી વહેતા થશે. હાલ જ્‍યારે ઉતરના પવનો નથી તો પણ આટલો ઠંડો માહોલ રાજયમાં છે ત્‍યારે માંસાતે શરૂ થનારા ઉતરના પવનો ગુજરાત તરફના દિશા પકડશે ત્‍યારે કેવો ઠંડો માહોલ હશે. વિતેલા વર્ષ ૨૦૨૨માં જાન્‍યુઆરી માસમાં વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના કારણે  જ રાજયના ઘણા વિસ્‍તારોમાં માવઠા થયા હતા.

(12:09 pm IST)