Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સાંજથી સુરેન્‍દ્રનગરમાં ભાજપની કારોબારી : કાલે મુખ્‍યમંત્રીનો રોડ શો

૪૩ વર્ષ બાદ સુરેન્‍દ્રનગરમાં પ્રદેશ કારોબારી : પ્રદેશ હોદેદારોની બેઠકમાં કારોબારીની રૂપરેખા નક્કી થશેઃ લોકસભાની ચૂંટણી કેન્‍દ્ર સ્‍થાનેઃ સુધીર ગુપ્‍તા-પાટીલની હાજરી : સુરેન્‍દ્રનગરમાં પત્રકાર પરીષદમાં વિગતો આપતા વર્ષાબેન દોશી તથા મહેમાનોને આવકારવા ઢોલ સાથે લોકો તૈયારીમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ર૩ : આજે તા. ર૩ ને સોમવારે સાંજથી સુરેન્‍દ્રનગરમાં ભાજપની કારોબારી યોજાઇ છે. બે દિવસીયા ભાજપની કારોબારીમાં સુધીર ગુપ્તા અને સી. આર. પાટીલ ઉપસ્‍થિત રહીને માર્ગદર્શન આપશે. કાલે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલનો રોડ-શો યોજાશે.

૪૩ વર્ષ બાદ સુરેન્‍દ્રનગરમાં ભાજપની પ્રદેશ કારોબારી યોજાઇ છે. જેમાં લોકસભાની ચૂંટણી કેન્‍દ્ર સ્‍થાને રહેશે. અને પ્રદેશ હોદેદારોની બેઠકમાં કારોબારીની રૂપરેખા નકકી થશે.

આજથી બે દિવસ માટે સુરેન્‍દ્રનગર જિલ્લામાં પ્રદેશ કારોબારી બેઠકનું ભાજપ પક્ષ દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે ત્‍યારે આ પ્રદેશ કારોબારીની બેઠકમાં ૬૫૦ થી વધુ નેતાઓ મંત્રીઓ આજથી સુરેન્‍દ્રનગરની મુલાકાતે આવ્‍યા છે ત્‍યારે ખાસ કરીને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ પણ બે દિવસ માટે સુરેન્‍દ્રનગરની મુલાકાતે પધાર્યા છે ત્‍યારે કાર્યકર્તાઓનો ઉત્‍સાહ સાત મા આસમાને જોવા મળી રહ્યો છે. ત્‍યારે છેલ્લી ઘડી સુધી વ્‍યવસ્‍થા માટેની તડામાર તૈયારીઓ ભાજપ પક્ષ દ્વારા હાથ ધરવામાં આવ્‍યું છે.

સુરેન્‍દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું છે ત્‍યારે બે દિવસ સુધી આ બેઠક ચાલવાની છે આજે ૨૩ જાન્‍યુઆરી અને ૨૪ જાન્‍યુઆરી બંને દિવસે પ્રદેશ કારોબારીને લગતી વિવિધ પ્રકારની બેઠકો યોજાવા જઈ રહી છે બેઠકોમાં ખાસ ઉપસ્‍થિતિમાં રાજયના તમામ મંત્રીઓ ધારાસભ્‍યો સંગઠન તેમજ સમગ્ર ગુજરાત રાજયમાંથી ભાજપના દિગ્‍ગજ નેતાઓ પણ સુરેન્‍દ્રનગર ખાતે વહેલી સવારથી પધારી ચૂક્‍યા છે અને કાર્યકર્તાઓ દ્વારા વ્‍યવસ્‍થાના ભાગ સ્‍વરૂપે તમામ પ્રકારની તૈયારીઓ દર્શાવવામાં આવી છે.

પ્રથમ વખત સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તારમાં પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું છે ત્‍યારે વહેલી સવારથી દિગ્‍ગજ નેતાઓ મંત્રીઓ અને ધારાસભ્‍યો સુરેન્‍દ્રનગર ખાતે પહોંચી રહ્યા છે પ્રથમ પ્રેસિડેન્‍ટ હોટલ ખાતે બપોરે ૧ વાગ્‍યે બેઠક શરૂ થશે ત્રણ વાગ્‍યા સુધી આ બેઠક ચાલશે તેમાં વિવિધ પ્રકારના જે નિર્ણયો કરવાના છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે જે કામો બાકી છે પક્ષ તરફના જે નિર્ણયો બાકી છે તે તમામ પ્રકારના બાબતો ઉપર ચર્ચા કરવામાં આવશે ત્‍યારબાદ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે ત્‍યારે ઝાલાવાડમાં પ્રથમ વખત શહેરી વિસ્‍તારમાં પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું છે જેને લઈને ઝાલાવાડ માટે ગૌરવની વાત હોવાનું પ્રદેશ ઉપાધ્‍યક્ષ વર્ષાબેન દોશી દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

ખાસ કરી આજથી સુરેન્‍દ્રનગર જિલ્લામાં બે દિવસ માટે પ્રદેશ કારોબારી બેઠકનું ભાજપ પ્રક્ષ દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે મુખ્‍યમંત્રી સહિતના જે દિગ્‍ગજ નેતાઓ છે તે સુરેન્‍દ્રનગરની બે દિવસની મુલાકાતે પધારી રહ્યા છે બપોરે ૧ વાગ્‍યાથી આ કારોબારી બેઠક શરૂ થશે ત્‍યારે વહેલી સવારથી નેતાઓ અને કાર્યકર્તાઓ સુરેન્‍દ્રનગર ખાતે આવી રહ્યા છે ત્‍યારે જિલ્લાની તમામ હોટલો અને ગેસ્‍ટ હાઉસના રૂમ પહેલાથી જ બુક થઈ ગયા છે ત્‍યારે હાલની પરિસ્‍થિતિ મુજબ સુરેન્‍દ્રનગર જિલ્લામાં એટલી મોટી હોટલો કે એટલા મોટા રેસ્‍ટોરન્‍ટો કે એટલા મોટા ગેસ્‍ટ હાઉસ આવેલા નથી કે જયાં ૬૫૦ જેટલા લોકોનો સમાવેશ થઈ શકે તે માટે હવે જે દિગ્‍ગજ નેતાઓ ધારાસભ્‍યો અને મંત્રીઓ આવવાના છે ત્‍યારે ગેસ્‍ટ હાઉસ અને હોટલો પેક થઈ ગઈ હોવાના કારણે તમામ જે કાર્યકર્તાઓ નેતાઓ અને મંત્રીઓ છે તે કાર્યકર્તાઓના ઘેર સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તારમાં રહેશે.

ખાસ કરીને પ્રદેશ કારોબારી બેઠકમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા જે મંત્રીમંડળની આંખુ મંત્રી મંડળ આવવાનું છે. આ ઉપરાંત સંગઠનમાંથી પણ દિગ્‍ગજ કાર્યકર્તાઓ સુરેન્‍દ્રનગર જિલ્લાની મુલાકાતે બે દિવસ આવવાના છે અને પ્રદેશ ભાજપની જે કારોબારી છે તેમાં જોડાવાના છે ત્‍યારે ૬૫૦ જેટલા મુખ્‍ય નેતાઓનું આજે વહેલી સવારથી આગમન થવા લાગ્‍યું કે તમામ પ્રકારની તૈયારીઓ માટે સુરેન્‍દ્રનગર જિલ્લાના કાર્યકર્તાઓ અને સંગઠન સજ બન્‍યું છે પ્રથમ વખત સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તારમાં કારોબારીનું આયોજન કરવામાં આવ્‍યું છે તેથી શહેરની વિસ્‍તાર રોશનીથી ઝગમગી ઉઠ્‍યું છે સાંજના સમયે સુરેન્‍દ્રનગરના હેરિટેજ સ્‍થળો ઉપર લેસર શો નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત સાંસ્‍કૃતિક કાર્યક્રમ પણ આયોજન કરાયું છે.

આજથી સુરેન્‍દ્રનગર જિલ્લામાં કારોબારીની બેઠક શરૂ થઈ ચૂકી છે પ્રદેશ કારોબારીની બેઠકનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે ત્‍યારે વિવિધ પ્રકારના સંગઠનના નિર્ણયો તેમજ ૨૦૨૪ ની વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કરવાની કામગીરીઓ તેમજ વિવિધ પ્રકારના તે પ્રશ્નો છે તેનો નિરાકરણ કેવી રીતે આવે તે તમામ પ્રકારની ચર્ચા પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપના દિગ્‍ગજ નેતાઓ કરવાના છે ત્‍યારે પ્રેસિડેટ હોટલ ખાતે બેઠક યોજાઈ બાદ કાર્યકર્તાઓ એકા બીજાને મળવાના છે અને કાલે વહેલી સવારે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા શહેરી વિસ્‍તારમાં ભવ્‍ય રોડ સોનું આયોજન કરવામાં આવ્‍યું છે કાર્યકર્તાઓનો ઉત્‍સાહ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે કારણ કે સુરેન્‍દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત પ્રદેશ કારોબારીની બેઠક આજથી શરૂ થઈ ચૂકી છે..

૧૯૮૦ પછી પ્રથમ વખત શહેરી વિસ્‍તારમાં ભાજપે પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કર્યું છે ત્‍યારે પ્રથમ વખત સુરેન્‍દ્રનગર જિલ્લામાં પણ ભાજપની પ્રદેશ કારોબારી યોજાઈ રહી છે ૨૦૨૪ ની ચૂંટણીનો પાયો આ પ્રદેશ કારોબારીની પ્રથમ બેઠક ગણી શકાય કારણ કે મુખ્‍યમંત્રી તેમ જ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને રાજકીય નેતાઓ અને ખાસ કરી ધારાસભ્‍યો અને સંગઠનમાં જોડાયેલા નેતાઓ પણ આ પ્રદેશ કારોબારીની બેઠકમાં વહેલી સવારથી સુરેન્‍દ્રનગર ખાતે પધાર્યા છે. ત્‍યારે ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીનો પાયો સુરેન્‍દ્રનગર ખાતેથી ભાજપ નાખતું હોય તેવું સ્‍પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે ત્‍યારે ખાસ ટાઉનહોલ ખાતે ભાજપના જે દિગ્‍ગજ નેતાઓ છે મુખ્‍યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે તેમના વચ્‍ચે પણ બેઠક યોજવાની છે અને ખાસ કરીને જે નિર્ણયો કરવાના છે.

(12:10 pm IST)