Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

છેલ્લા ૫ વર્ષની મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબીથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્‍કોડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૩ : પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચનાથી મારામારીના ગુનામાં છેલ્લા ૫ વર્ષની પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી નરેશભાઇ ઝાપડાભાઇ સંગોડ રહેવાસી-પાવ તા.ગરબાડા જી.દાહોદ વાળો મોરબી ટંકારા રોડ વાડી વિસ્‍તારમાં આવેલ છે. જેથી મોરબી-ટંકારા હાઇવે પર અંજતા ફેકટરીની સામે વાડી વિસ્‍તારમાં તપાસ કરતા આરોપી નરેશભાઇ જાપડાભાઇ સંગોડ (ઉવ.૨૫) ધંધો મજુરી રહેવાસી-હાલ-સાદરા ગામ તા. મહેમદાબાદ જી.ખેડા મુળ-ગામ-પાવ તા.ધાનપુર જી.દાહોદ વાળો મળી આવતા આરોપી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ ધાનપુર પોલીસ સ્‍ટેશન જાણ કરી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરી પેરોલ/ફર્લો સ્‍કવોડના પો.સ.ઇ. એલ.જે.મિયાત્રા, એ.એસ.આઇ ગોવિંદભાઇ ભરવાડ, તથા પો.હેડ કોન્‍સ. લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્‍દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્‍લોચ, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર પો.કોન્‍સ. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્‍્‌દ્રસિંહ વૈષ્‍ણવ હેડ કોન્‍સ. અરવિંદગીરી ગોસાઇ એલ.સી.બી.ના હેડ કોન્‍સ. નિર્મળસિંહ જાડેજા, પો.કોન્‍સ. બળવંતસિંહ પરમાર દ્વારા કરવામાં આવેલ છે.

(1:19 pm IST)