Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા પરીક્ષા પે ચર્ચા : ચિત્ર સ્‍પર્ધા : બાળ વિધાર્થીઓને નાસ્‍તો કાર્યક્રમ યોજાયા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૩: વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહા ,સેક્રેટરી રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન તળે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના પરીક્ષા પેચર્ચા કાર્યક્રમ અંતર્ગત સ્‍વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે ચિત્ર સ્‍પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ધો.૯થી ૧૨ના છાત્રોએ સ્‍પર્ધામા ભાગ લીધો હતો. છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરી સન્‍માનિત કરવામાં આવેલ તેમજ સ્‍પર્ધામા પ્રથમ, દ્વિતીય તેમજ તળતિય સ્‍થાન મેળવનાર છાત્રો ને મોમેન્‍ટ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા તાલુકાની જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં ચિત્ર સ્‍પર્ધા યોજાઈ હતી. પે સેન્‍ટર કુમાર શાળા-વિસાવદર, ગાયત્રી પ્‍લોટ પ્રા.શાળા વિસાવદર,ખોડીયારપરા પ્રા.શાળા વિસાવદર, કુબા (રાવણી) પ્રા.શાળા,જાંબુડી પ્રા.શાળા,જીવાપરા પ્રા.શાળા સહીતની સરકારી પ્રા.શાળાઓમાં  આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી આયોજન અંતર્ગત  ચિત્ર સ્‍પર્ધા યોજવામાં આવી હતી. જેમાં દરેક શાળાનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળા વાઈઝ સ્‍પર્ધામા  પ્રથમ, દ્વિતીય તેમજ તળતિય સ્‍થાન મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ફૂલ સ્‍કેપ ચોપડો,બોલપેન, લાયન્‍સ બેગ, પાઉચ સહિત અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમ દરમ્‍યાન  દરેક શાળામાં શિક્ષક ભાઈઓ તેમજ બહેનો ઉપસ્‍થિત રહેલ તેમજ સૌએ લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવળત્તિઓ ને બિરદાવી હતી.

વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા આંગણવાડીના બાળકોને નાસ્‍તો અપાયો હતો.વિસાવદર શહેરની આંગણવાડી નં-૧૬ અને ૧૭ના બાળકોને નાસ્‍તો આપવામાં આવ્‍યો હતો.

(1:20 pm IST)