Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ખંભાળીયામાં રોડ ઉપર સાંઢનો આતંકઃ વાહનો-પછાડતા નુકશાન

ખંભાળીયાઃ  દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા શહેરમાં ફરી સામે સાંઢનો આતંક બહાર આવ્‍યો છે.  નગરગેટ નજીક રસ્‍તા પર બે સાંઢે ધડબડાટી બોલાવી હતી. સાંઢની લડાઇથી અનેક વાહનોમાં નાની મોટી નુકશાની થઇ છે. અવારનવાર સાંઢના આતંકથી નગરજનો પરેશાન છે. નગરજનોએ સાંઢ બાબતે વારંવાર રજુઆત કરી ચૂક્‍યા છે. રજુઆત છતાં તંત્રના આંખ આડા કાન જેવી સ્‍થિતી છે. સાંઢને લઇ પાલિકાએ કોઇ નક્કર કામગીરી કરી નથી. વહેલી તકે સમસ્‍યાથી છૂટકારો મળે તેવી લોકોની માંગ છે. (તસ્‍વીર-અહેવાલઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)

(1:24 pm IST)