Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ભારતીય વાયુસેના દ્વારા ભુજમાં એરફોર્સ સ્‍ટેશન ખાતે ‘નો યોર એરફોર્સ' કાર્યક્રમ યોજાયો

જામનગરઃ સામાન્‍ય નાગરીકોમાં ભારતીય વાયુસેનાની સૈન્‍ય ક્ષમતા વિશે જાગૃતી લાવવા માટે અને કચ્‍છ ક્ષેત્રના વિદ્યાર્થીઓ/યુવાનોને તેમની કારકીર્દી તરીકે આઇએએફ પસંદ કરવા માટે પ્રોત્‍સાહીત કરવાના ઉદેશથી ૨૦ અને ર૧ જાન્‍યુઆરી ર૦ર૩ના રોજ ભુજમાં આવેલા એરફોર્સ સ્‍ટેશન ખાતે ‘નો યોર એરફોર્સ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમના ભાગ રૂપે આઇએએફના એરક્રાફટ અને અન્‍ય શષાો પ્રણાલીનું સ્‍થાયી પ્રદર્શન યોજવામાં આવયું હતું અને જગુઆર એરક્રાફટ દ્વારા આકર્ષક એરોબેટીક પ્રદર્શન પણ હાથ ધરવામાં આવ્‍યું હતું.

ભુજ એરફોર્સ સ્‍ટેશનના એર ઓફીસર કમાન્‍ડીંગ એર કોમોડોર કે. જે.સિંધે આ કાર્યક્રમમાં આવેલા મહાનુભાવોનું સ્‍વાગત કર્યુ હતું. આ કાર્યક્રમમાં કચ્‍છ પ્રદેશના સામાન્‍ય નાગરીકો અને એરફોર્સ સ્‍ટેશન ભુજની આસપાસની વિવિધ શાળાઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્‍યામાં હાજરી આપી હતી.

એર ઓફીસરે યુવાનોને સશષા દળો અને ખાસ કરીને ભારતીય વાયુસેનામાં જોડવાની પ્રેરણા આપનારા આ કાર્યક્રમની સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી. (તસ્‍વીરઃ અહેવાલઃ મુકુંદ બદીયાણી-જામનગર)

(1:24 pm IST)