Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જામનગરમાં આર્થીક સંકળામણથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: અહીં સ્‍વસ્‍તીક સોસાયટી, ડી.કે.વી. કોલેજ પાસે રહેતા જીતેન્‍દ્રભાઈ જેઠાલાલ સોલંકી, ઉ.વ.૬૩ વાળાએ સીટી એ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.રર-૧-ર૦ર૩ના ગુલાબનગર સામે મોહનનગર આવાસ બીલ્‍ડીંગ નં.૬, બ્‍લોક નં.૧૦પ માં રહેતા મરણજનાર  જતીનભાઈ જીતેન્‍દ્રભાઈ સોલંકી, ઉ.વ.૩૪ વાળાની આર્થીક પરીસ્‍થિતી સારી ન હોય અને દેણુ વધી ગયેલ હોય જેથી આર્થીક સંકળામણથી કંટાળી પોતે પોતાની જાતે પોતાના રહેણાક મકાને છતના પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા મરણ થયેલ છે.

દારૂની ૧૧ બોટલ ઝડપાઈ :

આરોપી ફરાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હિરેનભાઈ માંડાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, બેડી, ઈદ મસ્‍જિદ રોડ, લંઘાના નાકા સામે આરોપી હુશેનભાઈ એલ્‍યાસભાઈ કમોરા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની ૧૧ બોટલ કિંમત રૂ.પપ૦૦/-ની રાખી રેઈડ દરમ્‍યાન આરોપી હુશેન ઘરે નહીં મળી આવી ગુનો કરેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાસરીયાઓએ પરણિતા

પાસે દહેજની માંગણી કરી

અહીં પંચ એ પોલીસ સ્‍ટેશનમાં અનુપમ રજત ફોજદાર, ઉ.વ.ર૭, રે. હાપા શિવશિકત સોસાયટી વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી અનુપમની સગાઈ થયેલ હોય અને આરોપીઓ રજત સુભાષચંદ્ર ફોજદાર, સુભાષચંદ્ર વિજેન્‍દ્રસિંહ ફોજદાર, રાજબાલા સુભાષચંદ્ર ફોજદાર, પ્રિયાંશ સુભાષચંદ્ર ફોજદાર, રે. રતલામ ગામે અંબીકાનગર વાળા એ ફરીયાદી અનુપમના પિતાજી પાસેથી ચેકથી તેમજ રોકડ મળી રૂ.બાર લાખ એકાવન હજાર દહેજ પેટે મેળવી ફરીયાદી રજતને અવાર નવાર ઘરકામ બાબતે મેણાટોણા મારી વધુ દહેજની માંગણી કરી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી ગુનો કરેલ છે.

આઘેડે ગાળફાંસો ખાઈ લેતા મોત

નરમાણા ગામે રહેતા મીતભાઈ પરેશભાઈ ડોગા, ઉ.વ.૧૮ વાળા એ શેઠવડાળા પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર પરેશભાઈ વલ્લભભભાઈ ડોગા, ઉ.વ.૪પ વાળા એ પોતાના રહેણાક મકાને હુકમાં દોરડા વડે

ગળાફાંસો ખાઈ જતા

સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.

બાદનપરના પાટીયા પાસે ઈંગ્‍લીશ દારૂની બે બોટલ સાથે શખ્‍સ ઝડપાયો

જામનગર : જોડીયા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અશોકસિંહ ઘનશ્‍યામસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બાદનપર ગામના પાટીયા પાસે રોડ પર આરોપી મકબુલ અજીજ રાવ એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર, કિંમત રૂ.ર૦૦૦/-ની રાખી ઝડપાઈ ગયેલ છે.

ઈંગ્‍લીશ દારૂના જથ્‍થા સાથે ઝડપાયો

જામનગર : જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. દિલીપસિંહ વાઘુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સીદસર ગામ ગૌશાળા બાજુ જતા કાચા રસ્‍તા પર આરોપી સવલસિંહ વીસતાભાઈ ગાડરીયા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર૩, કિંમત રૂ.૧૧,પ૦૦/-ની રાખી રેઈડ દરમયાન ઝડપાઈ ગયેલ છે.

(1:26 pm IST)