Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

દેવભૂમિ દ્વારકા જીલ્લાના શામળાસર-ગોરીંજા સહિત ૩ જગ્‍યા પર દારૂના દરોડા : ૪ શખ્‍સો ઝડપાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨૩ : રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના આદેશથી દરોડા પડયા હતા જેમાં દ્વારકા તાલુકાના શામળાસર ગામે રહેતા જગદીશભા જીવણભા માણેકના રહેણાંક મકાને ગેરકાયદેસર રીતેનો ભારતીય બનાવટનો ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો ફળીયામાં ખાડો ખોદી માટીમાં સંતાડી રાખેલ કુલ બોટલ નંગ-૧૦૭ કિં. રૂા. ૪૨,૮૦૦ જથ્‍થો કબ્‍જે કરેલ છે. તેમજ નીચે જણાવેલ પકડાયેલ આરોપી ડુંગરભા અરજણભા માણેક પાસેથી અંગઝડપી દરમ્‍યાન એક છરી મળી આવેલ હોય જેથી તેનો અલગથી ગુન્‍હો દાખલ કરાવેલ છે.

જ્‍યારે શામળાસર ગામે વાડી વિસ્‍તારમાં રહેતા વિજયભા કરમણભા માણેકના વાડીના રહેણાંક મકાને ગેરકાયદેસર રીતેનો ભારતીય બનાવટનો ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો રૂમમાં સંતાડી રાખેલ કુલ બોટલ નંગ ૧૨ કિં. રૂા. ૪૮૦૦ જથ્‍થો કબ્‍જે કરેલ છે.  જગદીશભા જીવણભા માણેક રહે. શામળાસર ગામ, હનુમાન મંદિરની બાજુમાં તા. દ્વારકાની શોધખોળ હાથ ધરાઇ છે.

ગોરીંજા ગામે વાડી વિસ્‍તારમાં રહેતા દેવુભા હોથીભા કેરના વાડીના રહેણાંક મકાને ગેરકાયદેસર રીતેનો ભારતીય બનાવટનો ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો રૂમમાં કબાટમાં સંતાડી રાખેલ બોટલ નંગ ૨૭ કિં. રૂા. ૧૦,૮૦૦ જથ્‍થો કબ્‍જે કરેલ છે.

આ કાર્યવાહીમાં એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્‍સ. કે.કે.ગોહીલની રાહબારી હેઠળ પીએસઆઇ બી.એમ.દેવમુરારી, એસ.એસ.ચૌહાણ, એએસઆઇ વિપુલભાઇ ડાંગર, સજુભા જાડેજા, મસરીભાઇ ભારવાડીયા, કેશુરભાઇ ભાટીયા, અરજણભાઇ મારૂ, નરસીભાઇ સોનગરા, ધર્મેન્‍દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્‍સ. જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા,લાખાભાઇ પીંડારીયા, ડાડુભાઇ જોગલ, હસમુખભાઇ કટારા, કોન્‍સ. ગોવિંદભાઇ કરમુર, મસરીભાઇ છુછર, દેવાભાઇ મોઢવાડીયા, સચિનભાઇ નકુમ, અરજણભાઇ આંબલીયા, મેહુલભાઇ રાઠોડ જોડાયા હતા.

(1:26 pm IST)