Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જામનગરમાં દેશી દારૂ લીટર ર૧૦ તથા બે જુગારના કેસ શોધી કાઢતી જામનગર એલસીબી પોલીસ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.ર૩ : પોલીસ  મહાનિરીક્ષક સાહેબરાજકોટ વિભાગ રાજકોટના અશોકકુમાર જામનગર જીલ્લાના પોલીસના આદેશથી દરોડા  પડાયા હતા.

કિશાનચોકમાં જાહેરમાં વરલી મટકાના આકડાનો જુગાર રમતા આરોપીઓ (૧) અંકિતભાઇ કેતનભાઇ નંદા રહે. કિશાન ચોક, જામનગર (ર) બસીરભાઇ ઓસમાણભાઇ સોલંકી રહે. કાલાવડ નાકાબહાર ગુજરાતી વાડ જામનગર (૩) પ્રભુદાસ જમનાદાસ મકવાણા રહે. કિશાનચોક, ખફી હોટલ પાસે, જામનગર વાળાઓના કબજામાંથી રોકડ રૂા.૪૬૪૦ તથા મોબાઇલ ફોન કિ.પ૦૦૦ તથા વર્લીમટકાનું સાહિત્‍ય મળી કુલ ૯૬૪૦નો મુદામાલ મળી આવતા કબ્‍જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્‍ધ પો. કોન્‍સ. રાકેશભાઇ મોરીએ ફરીયાદ રીપોર્ટ આપતા પો. હેડ કોન્‍સ. વનરાજભાઇ મકવાણાએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. વર્લી મટકાના  આંકડાની કપાત લેનાર આરોપી પરાગભાઇ નાખવા રહે. કિશાનચોક, જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.

જામજોધપુર ટાઉનમાં સોનલનગરમાં રહેતા આરોપીઓ (૧) દેવુભાઇ વાલભાઇ જામ તથા (ર) રવીભાઇ દેવુભાઇ જામના કબજાના વંડામાંથી દેશી દારૂ લીટર ર૧૦ કિ. રૂા.૪ર૦૦નો મળી આવતા કબ્‍જે કરી પો. હેડ કોન્‍સ. યશપાલસિંહ જાડેજાએ આરોપીઓ વિરૂધ્‍ધ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. સંજયસિંહ વાળાએ પ્રોહીબીશન ધારા હેઠળ ધોરણસરની કાર્યવાહી  કરેલ છે. આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી ચાલુમા છે.

જામજોધપુર ટાઉનમાં બાપા સીતારામ મઢુલી પાસે જાહેરમાં વર્લી મટકાના આંકડા લખતા આરોપી વિઠલભાઇ  કારાભાઇ વરાણીયા રહે. ભગવતીપરા જામજોધપુર જી. જામનગર વાળાને રોકડ રૂા.૧૭૭૦ મોબાઇલ ફોન કિ. રૂા.પ૦૦ તથા વર્લી મટકાનું સાહિત્‍ય મળી કુલ રૂા.રર૭૦ના મુદામાલ સાથે પો. હેડ કોન્‍સ. હરદીભાઇ ધાધલએ પકડી પાડી જુગારધારા હેઠળક ાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો. ઇન્‍સ. જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એસ.પી. ગોહિલ એલસીબી સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, અશોકભાઇ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇમોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, કિશોરભાઇ પરમાર, સુરેશભાઇ માલકીયા, દયારામ ીત્રવેદી, બીજલ બાલાસરા તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:27 pm IST)