Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જામનગર રઘુવંશી સમાજનુ ગૌરવ ધારા દત્તાણીઃ સી.એ.માં પ્રથમ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.ર૩ : જામનગરની રઘુવંશીની દિકરી કુ. ધારા મનોજભાઇ દત્તાણીએ તાજેતરમાં લેવાયેલ C.A. ની ફાઇનલ પરિક્ષામાં બે ગ્રુપમાં સાથે પરિક્ષા આપી અને જામનગર બ્રાન્‍ચમાં પ્રથમ નંબર પ્રાપ્‍ત કરી અને હાલાર પંથકના લોહાણા સમાજનું ધારા દત્તાણીએ ગૌરવ વધાર્યું છે.

ધારાની આ સિધ્‍ધીને લોહાણા સમાજના હાલારના આગેવાનો,  મિત્રો-સગા-સ્‍નેહીઓને અભિનંદન સાથે શુભેચ્‍છાઓ પાઠવી ધારાને હાલ ઠેર-ઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(1:28 pm IST)