Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ધ્રોલના આંગણે વસંતપંચમીના અવસરે આહીર સમાજ દ્વારા ૯મો સમુહ લગ્નોત્‍સવ

સમુહ લગ્નમાં ૧૬ નવદંપતીઓ સપ્તપદીના સાત ફેરા ફરીને પ્રભુતામાં પગલા પાડશે : ૧૦ હજાર આહીર સમાજનો મહેરામણ ઉમટી પડશેઃ આહીર સમાજ દ્વારા ‘દિકરી વ્‍હાલનો દરીયો' માનીને ૧૬ દિકરીઓને એક એક લાખનું કન્‍યાદાન આપશે...

ધ્રોલ, તા.૨૩: ધ્રોલ ખાતે મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલીત આહીર સમાજ સેવા સમિતિ દ્વારા છેલ્લા ૮ વર્ષથી આહીર સમાજની દિકરીઓ માટે સમુહ લગ્નનું સફળતાપુર્વક આયોજન કર્યા બાદ આ વખતે મુરલીધર સેવા ચેરીટેબલ સેવા ટ્રસ્‍ટ દ્વારા ૯માં ભવ્‍ય સમુહ લગ્નનું ધ્રોલ તાલુકાના ખારવા ગામે હમાપર રોડ પર આયોજન કરવામાં આવ્‍યુ છે.

ધ્રોલ આહીર સમાજના મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વસંતપંચમીનાં પવિત્ર અવસરે આગામી તા. ૨૬મી જાન્‍યુઆરીના રોજ ૯માં ભવ્‍ય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્‍યુ હોય ત્‍યારે આ વખતે સમુહ લગ્નમાં ૩૨ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે અને આહીર સમાજ દ્વારા ૧૬ દિકરીઓને એક એક લાખ રુપીયા જેટલુ કન્‍યાદાન આપવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે જેમા કબાટ, સેટી, ટીપાઈ, સહિતની ચીજ વસ્‍તુઓ કન્‍યાદાનમા આપવામા આવશે.

ધ્રોલના ખારવા ગામે હમાપર રોડ પર આવેલ આહિર સમાજની વાડી ખાતે છેલ્લા ધણા સમયથી આ સમુહ લગ્નના આયોજન માટે આહીર સમાજના આગેવાનો, દાતાઓ, યુવાનો જહેમત ઉઠાવી રહયા છે ત્‍યારે વસંતપંચમીનાં પવિત્ર અવસરે આ સમુહ લગ્નના લગ્ન વિધિના આચાર્ય પદે શ્રી ભટ્ટ નયનકુમાર બીરાજશે અને મંડપ રોપણ સવારે ૫/૩૦ કલાકે, જાન આગામ સવારે ૬ કલાકે, હસ્‍ત મેળાપ સવારે ૧૦ કલાકે આહીર સમાજના આગેવાનો વગેરેની વિશેષ ઉપસ્‍થિતમાં ૩૨ નવંદપતિઓ સપ્તપદીના સાત ફેરા ફરીને લગ્ન સંસારમાં જોડાશે.

નવદંપતીઓના સત્‍કાર સમારંભનું પણ સવારે ૧૧/૩૦ કલાકે આયોજન કરવામાં આવ્‍યુ છે ત્‍યારે આહીર છે. સમાજના વડીલો, આગેવાનો નવદંપતીઓને આર્શિવાદ આપશે અને ૧૨/૩૦ કલાકે ભવ્‍ય સમુહ લગ્નના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યુ છે અને આ ભોજનના દાતા હમાપર ગામના સ્‍વ. અરજણભાઈ રાજાભાઈ ડાંગર, હસ્‍તે શ્રી કાળુભા ઈલાભાઈ ડાંગર, શ્રી જોશનાબેન કાળુભાઈ ડાંગરના રાખવામાં આવેલ છે.

આહીર સમાજના આ ૯માં સમુહ લગ્ન સમારંભની આહીર સમાજના યુવાનો, આગેવાનો દ્વારા છેલ્લા ઘણા સમયથી દિવસ રાત મહેનત કરીને મોટાભાગની તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે અને આ સમુહ લગ્નમાં આહીર સમાજના રાજકીય આગેવાનો, આજીવન દાતાશ્રીઓ, ધારાસભ્‍ય સહીતના મહાનુભવો ઉપસ્‍થિત રહેવાના હોય લગભગ ૧૦ હજાર જેટલો માનવ મહેરામણ ઉમટી પડવાની અપેક્ષાએ મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને વસંત પંચમીના દિવસે ધામધુમપુર્વક આ લગ્નોત્‍સવનનું ભવ્‍ય આયોજન કરવામાં આવી રહયુ છે.

સફળ બનાવવા માટે શ્રી મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલીત આહીર સમાજ સેવા સમિતિના પ્રમુખ મહેશભાઈ નાગદાનભાઈ બરારીયા, ઉપપ્રમુખ કનુભાઈ ગોવિંદભાઈ મકવાણા સહીત પ્રકાશભાઈ વશરામભાઈ લૈયા, નરસંગભાઈ હીરાભાઈ જાટીયા, હસમુખભાઈ રાયમલભાઈ શિયાર, કેશુભાઈ જેસંગભાઈ ખીમાણીયા, અશોકભાઈ જેસંગભાઈ કાનગડ, લખનભાઈ પાંચાભાઈ ડાંગર, નારણભાઈ બીજલભાઈ મકવાણા, જશુભાઈ અરજણભાઈ શિયાર, કાળુભાઈ ઘેલાભાઈ ડાંગર, હરીભાઈ કેશુભાઈ ખીમાણીયા, રમેશભાઈ હીરાભાઈ ડાંગર, બાબુભાઈ સોલંકી, કરશનભાઈ બરારીયા, ભરતભાઈ ડાંગર વગેરે જહેમત ઉઠાવી રહયા છે. (સંજય ડાંગરઃ ધ્રોલ)

(1:28 pm IST)