Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સાવરકુંડલામાં પિતાનું સ્‍વપ્‍ન...લગન... જાગરણ પરફેકટ પ્‍લાનિંગ અને ત્રણ વરસની અથાક મહેનતથી દીકરો ડોકટર બન્‍યો

પિતા-પુત્રની જુગલબંધીની સફળ કહાની

(સાવરકુંડલા તા. ર૩ : નામ અયાઝ, બાલમંદિરથી એક સાધારણ વિદ્યાર્થી કે.જી.થી જ સાવરકુંડલાની સનરાઇ સ્‍કુલમાં અભ્‍યાસ કરતા આ વિદ્યાર્થીને નવ ધોરણ સુધી તો કયારેય તેના કોઇ મિત્રએ એક શબ્‍દ બોલતાં પણ જોયો નહિ હોય. ધો.૧૦માં અભ્‍યાસ શરૂ થયો અને પ્રથમ ટેસ્‍ટનાં રીઝલ્‍ટમાં તમામ વિષયમાં સિંગલ ડીઝિટ માર્કસ...? એકપણમાં ડબલ આંકડામાં માર્કસ  જ નહીં...!! અને આ પેપર તેનાં પપ્‍પા રીઝવાનભાઇના હાથમાં આવ્‍યા અને તેની રાતની ઉંઘ હરામ થઇ. એકનો એક દીકરો માટે તેનું ભવિષ્‍ય જાણે અંધકારમય લાગ્‍યં અને ત જ ક્ષણથી મનમાં ગાંઠ વાળી લીધી કે ગમે તેમ થાય, પોતાનાં સંતાનના ભવિષ્‍ય માટે કોઇ કસર છોડવી નહીં. તે જ દિવસથી જાણે પોતે અભ્‍યાસ ચાલું કર્યો હોય તેમ નિયમિત રીતે તમામે તમામ વિષયના શિક્ષકોનું માર્ગદર્શન મેળવી, પોતે પોતાના દીકરા પાછળ આખી આખી રાત જાગીને પરફેકટ પ્‍લાનિંગ સાથે બોર્ડ એકઝામની પધ્‍ધતીસર તૈયારી શરૂ કરી. અને જાણે ચમત્‍કાર થયો....જાણે આટલાં વર્ષોની અયાઝની અભ્‍યાસની ભૂખ ઉઘડી અને બધા વર્ષેનું એકજ વર્ષમાં વસૂલ કરી લેવું હોય તેમ ધાણી ફુટે તેમ શબ્‍દો માંડયા નીકળવા. અને અભ્‍યાસમાં પણ સાધારણ દેખાતો અયાઝ...છુપો રૂસ્‍તમ નીકળ્‍યો. એમાંય પાછી ધો.૧૦માં ધમલસરની Maths, Science, English પાછળ ટેકટિકસથી સોનામાં સુગંધ ભળી. ન્‍યુ એસ.એસ.સી. અને એચ. એસ. સી.ની બોર્ડ એકઝામમાં બાઝી મારી ગયો. અને તેનાં પિતા રિઝવાન આદમાણી કે જેણે અયાઝ કે.જીમાં ભણતો ત્‍યારથી એકજ રટણ મનમાં હતું કે અયાઝને ડોકટર બનાવવો. આ સવપ્‍ન તેને નિરાંતે સુવા પણ દેતું નહીં. આટલાં વર્ષોથી આખી સ્‍કૂલ સાક્ષી છે. કે પોતાનાં દીકરા કરતાં પણ વિશેષ કઠીન મહેનત તેનાં આ પિતા રિઝવાને કરી છે.છેલ્લે છેલ્લે તો અયાઝ મનથી થોડો હારી ગયો તો પણ તેના બાપે હાર માની નહીં અને અંતે તેનું સફળ અલ્લાહ તઆલાએ આપ્‍યું. અને  અયાઝ અમદાવાદની મેડિકલ કોલેજમા઼ B.D.S. ડેન્‍ટલ સર્જન તરીકે પ્રવેશ મેળવવામાં સફળ થયો, ત્‍યારે બધા આ બેટાને તો શાબાશી આપે છે પણ તેનાં બાપ આદમાંણી રિઝવાનને દિલથી સલામ કરે છ.ે

આ તબકકે બાપ-બેટા બન્‍નેનું બહુમાન કરી, સ્‍કૂલના મેનેજિંગ ટ્રસ્‍ટી પ્રતાપભાઇ ખુમાણ કહે છે કે, ‘‘એક બાપ તરીકેની બેટા પ્રત્‍યેક તન, મન, ધનથી સમર્પિત ભાવનાને સફળતાનાં પરિણામ સુધી નજરે જોવાના સાક્ષી બનવાનું સૌભાગ્‍ય પ્રાપ્‍ત થયું. આવા ઉદાહરણો બહુ ઓછાં જોવા મળે છે.'

(1:41 pm IST)