Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ધારીના ડબલ મર્ડર કેસમાં એક વર્ષથી નાસતો ફરતો મહેશ દવે ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૩ : મહેશ મોહનભાઇ દવે રહે.ધારી, મધુવન સોસાયટી વાળાએ ફરીયાદી પ્રકાશભાઇ ભવાનીશંકર રવૈયા, રહે.ભાવનગર, દેસાઇનગર વાળાના બનેવી અશોકભાઇ તથા બહેન હર્ષાબેનને ફોન કરી હીસાબ કરવા ધારી બોલાવી, મીરા ગેસ્‍ટ હાઉસમાં અશોકભાઇને લોખંડની સાંકળ વડે ગળા ફાસો આપી મોત નિપજાવી, તેમજ હર્ષાબેનને તિક્ષ્ણ હથિયારના  ધા મારી મોત નિપજાવી ગુનો કરેલ હોય, જે અંગે પ્રકાશભાઇ ભવાનીશંકર રવૈયા, રહે.ભાવનગર, દેસાઇનગર વાળાએ ફરીયાદ જાહેર કરતા આરોપી મહેશ મોહનભાઇ દવેને કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા કરવામાં આવેલ. હતી.

આરોપી મહેશ મોહનભાઇ દવે રહે.ધારી વાળો રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ હતો તે દરમ્‍યાન નામ.ગુજરાત હાઇકોર્ટમાંથી દિન-૩૧ વચગાળાની જામીન રજા મળતાં તે રજા ઉપર જેલમાંથી મુક્‍ત થયા બાદ તા.૨૬/૧૧/૨૧ ના રોજ રાજકોટ મધ્‍યસ્‍થ

જેલમાં હાજર થવાનું હતુ પરંતુ તે જેલમાં હાજર થયેલ નહીં અને ફરાર થઇ ગયેલ. આમ, પકડાયેલ આરોપી છેલ્લાં એક વર્ષથી નાસતો ફરતો હતો.

ભાવનગર રેન્‍જ આઈ.જી.શગૌતમ પરમાર નાઓએ રેન્‍જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ ના આદેશથી વચગાળાની જામીન રજા પરથી એક વર્ષથી વચગાળાની રજા પરથી નાસતા ફરતા પાકા કામના કેદીને  તા.૨૨/૦૧/૨૦૨૩ ના અમદાવાદ થી ઝડપી લઇ રાજકોટ મધ્‍યસ્‍થ જેલ હવાલે મોકલી આપેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ ની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી એ.એમ.પટેલ  પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી. સરવૈયા, એલ.સી.બી.  ટીમના હેડ કોન્‍સ.સુખદેવભાઇ ગૉડલીયા તથા પો.કોન્‍સ. ભાવીનગીરી ગૌસ્‍વામી, શિવરાજભાઇ વાળા, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુંવરદાસ દ્વારા કરવામાં આવેલ છે.

(1:31 pm IST)