Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

રાણાવાવ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા ફરમાવતી કોર્ટ

પોરબંદર તા. ર૩: ચેક પાછો ફર્યાના કેસમાં રાણાવાવ કોર્ટ દ્વારા આરોપીને બે વર્ષની સજા ફટકારી હતી.

હાલના આધુનિક જમાનામાં ચેકથી વહેવારો વધતા જાય છે અને તેજ રીતે રાણાવાવમાં વસવાટ કરતા આર.ટી.આઇ. એકટીવીસ્ટ વિનોદ હેમરાજ પરમાર દ્વારા રાણાવાવમાં આવેલી ધી ડેવલપમેન્ટ મલ્ટી પરપઝ ક્રેડીટ એન્ડ કન્ઝયુમર્સ સોસાયટી લી. માંથી લોન લીધેલી હોય અને તે લોનની રકમ ભરપાઇ કરવા માટે ચેક આપેલો હોય અને લોન લેનાર દ્વારા મંડળીમાં લેખીતમાં લોન વહેલી તકે ભરી આપવા બાંહેધરી આપેલી હોય અને લોનની રકમ ભરપાઇ કરવા ચેક આપેલો હોય અને તે ચેક પાછો ફરતા ફરીયાદી મંડળી દ્વારા રાણાવાવની કોર્ટમાં ર૦૧૮ ની સાલમાં વિનોદ હેમરાજ પરમાર સામે ફરીયાદ દાખલ કરેલી હતી.આ ફરીયાદ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા અદાલતે આપેલા ચુકાદામાં ચેક આપનારને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઇ મુજબ ર (બેા વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે તેમજ બાકી રકમ ફરીયાદીને ૩૦ (ત્રીસ) દિવસમાં ચુકવી આપવાનો હુકમ કરેલ છે અને જો ન ચુકવે તો વધુ ર (બે) માસની સજા કરેલ છે અને તે રીતે રાણાવાવ કોર્ટના ન્યાયાધિશ શ્રી જી. ટી. સોલંકી દ્વારા હુકમ કરેલ છે.

આ મંડળી વતી વકીલશ્રી કરીમભાઇ પીરઝાદા, વકીલશ્રી મુની કે. પીરઝાદા તથા વકીલશ્રી અતુલ એન. ઠકરાર રોકાયેલા હતા.

(1:31 pm IST)