Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ધોરાજી : કેરાળીમાં શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

(કિશોરભાઇ રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૨૩ : જેતપુર વચ્ચે આવેલ તાલુકાના કેરાળી ગામે ત્રિવેણી સંગમ તીર્થ ક્ષેત્ર ગણાતા શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાન મહોત્સવ મહંત શ્રી ૧૦૮ શ્રી મધુસુદનદાસ બાપુ ગુરુ શ્રી ૧૦૦૮ શ્રી રામ પરમહંસ બાજરીયા બાપુ ની નિશ્રામાં આજથી તારીખ ૨૩/ ૧/ ૨૦૨૩ થી ૨૫/ ૧/ ૨૦૨૩ સુધી ધર્મસભર કાર્યક્રમો યોજાશે.

 મહા સુદ ત્રીજ અને ૨૩  સોમવારે આજે સવારે આઠ કલાકે હેમાદ્રી પૂજન ત્યારબાદ ગણેશ પૂજન અને સોમવારે સવારે ૧૦ કલાકે મૂર્તિની નગર યાત્રા યોજાશે ત્યારબાદ ૨૪ તારીખે મંગળવારે સવારે ૯ કલાકે જળયાત્રા તેમજ ૧૦૮ કળશ સહિત મૂર્તિના વિવિધ સંસ્કાર અને સાયમ આરતી, રાત્રિના સમયે સંતવાણી ના આરાધકો હરશુખગીરી ગોસ્વામી તેમજ લલીતાબેન ઘોડાદ્રા, અને સાહિત્યકાર પી.વી જાદવ સહિત કલાકારો દ્વારા ભકિતસભર ભજનનો કાર્યક્રમ યોજાશે તારીખ ૨૫ અને બુધવારના રોજ સવારે ૯  કલાકે પુષ્ટિ શાસ્ત્રી શ્રી રઘુ-સાદ અને ઈન્દુલાલ જોશી યજ્ઞ આચાર્યોના નેતૃત્વ હેઠળ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પૂજા અને પ્રાણ પ્રતિષ્ઠાન પ્રધાન હોમ શાંતિ ઓમ કરવામાં આવશે. ધર્મ મંગલ મહોત્સવમાં સાધુ-સંતોમાં રામભુષણદાસજી મહારાજ કરસનદાસ બાપુ પરબધામ, વિષ્ણુપુરી બાપુ જુના અખાડા સ્વામી હરિહરાનંદ સરસ્વતીજી ભગવાનદાસ બાપુ અમદાવાદ રામબાલકદાસજી બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહેશે

ત્રણ દિવસીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા પૂર્વ મંત્રી જશુબેન કોરાટ પોરબંદરના સાંસદો રમેશભાઈ ધડુક જિલ્લા ભાજપ -મુખ મનસુખભાઈ ખાચરિયા રાજકોટ ડેરીના ચેરમેન ગોવર્ધનભાઈ ધામેલીયા કેરાળી ગામના સરપંચ કલ્પેશભાઈ ભડેલીયા ગાંધીનગર પોલીસ ઇન્સ્પેકટર વિજયભાઈ જોશી પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીઓ મનોજભાઈ રાઠોડ ક્રિસ્ટલ ગ્રુપ ધોરાજી નયનભાઈ કુહાડીયા દિનેશભાઈ ટોપીયા અખિલ ભારતીય વિશ્વકર્મા સવારના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ શિવ ભાયાણી લેબો પટેલ સમાજના યુવાગ્રણી અરવિંદભાઈ વોરા અનિલભાઈ ઠુંમર તેમજ મુંબઈ રાજકોટ જેતપુર આફ્રિકા કેન્યા વિગેરે દેશ-વિદેશમાંથી મહેમાનો ખાસ ઉપસ્થિત રહેવાના છે  યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠાન મહોત્સવમાં આફ્રિકા, મુંબઈ તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી સેવક સમુદાય બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

(1:33 pm IST)