Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વંથલી પાલિકા ઉપરપ્રમુખનીચૂંટણીમાં કોંગ્રેસના સિરાજ વાજા વિજયઃ ભવ્‍ય વિજય સરઘસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૩:  વંથલી વંથલી નગર પાલિકા માં ઉપપ્રમુખ પદની ખાલી પડેલી જગ્‍યા પૂરવા  નગરપાલિકા કચેરી નાં સભા ખંડ માં નાયબ કલેકટર હનુલ ચૌધરી ની અધ્‍યક્ષ સ્‍થાને સામાન્‍ય સભા રાખવામાં આવેલ હતી,જેમાં ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ પક્ષમાંથી વાજાએ નામાંકન ભર્યું હતું. જ્‍યારે સામા પક્ષે ભાજપના તમામ સદસ્‍યો ગેરહાજર રહ્યા હતા,કોંગ્રેસ પક્ષ નાં ૧૧ સદસ્‍યો ની ઉપસ્‍થિતિમાં કોંગ્રેસ નાં ઉમેદવાર ને બિનહરીફ વિજય જાહેર કરાતા કોંગ્રેસ પક્ષ નાં કાર્યકરો હોદ્દેદારો અને વિશાળ સમર્થકો ની હાજરી માં વંથલી નાં રાજમાર્ગો ઉપર વિજય સરઘસ કાઢી જ‘ મનાવાયો હતો

આ તકે વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ,નગર પાલિકા પ્રમુખ લિલાવંતી બેન વામજા, નવનિયુક્‍ત ઉપપ્રમુખ સિરાજ વાજા,જીલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ વિનુભાઈ સિંગલ,જીગ્નેશ છૈયા, વિજય ઝાટકિયા,અદનાન ડામર અને નગર પાલિકાનાં તમામ સદસ્‍યોએ વિજય સરઘસ માં સહભાગી બન્‍યા હતા.

(1:33 pm IST)