Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જુનાગઢમાં બુટલેગર બાલા અને ઘાના ગરચરે મંગાવેલ રપ૮ બોટલ દારૂ જપ્ત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૩:  રેન્‍જના પોલીસ મહાનીરીક્ષક મયંકસિંહ ચાવડાની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી તથા ઇચા. પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ ગાંધીગ્રામમાં ધરમ અવેડા સામે રહેતા ધાના ઉર્ફે ભોલા કિસા ગરચર અને બાલા કિસા ગરચર કે જે બંને ભાઇઓ છે. તેઓએ ભાગીદારીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્‍થો કોઇ પણ વાહન મારફતે મંગાવેલ છે અને આ દારૂનો જથ્‍થો ધાના ઉર્ફે ભોલા કિસા ગરચરના કબ્‍જા ભોગવટાના રહેણાંક મકાને છુપાવેલ છે. તેમજ આ બંને ઇસમો આ દારૂનો જથ્‍થો સગેવગે કરવાની તૈયારીમાં છે. જે હકીકત આધારે બાતમીવાળી જગ્‍યાએ તપાસ કરતા (૧) ભરત ઉર્ફે પટેલ ઉર્ફે દરબાર વ્રજલાલભાઇ રબારા, ઉ.વ.૩૩  રહે. જુનાગઢ ઝાંઝરડા રોડ, એકતાપાન વાળી ગલી પુલની બાજુમાં મળી આવ્‍યો હતો તથા (ર) બાલા કિસાભાઇ ગરચર રહે. જુનાગઢ, ગાંધીગ્રામ (૩) ધાના ઉર્ફે ભોલા કિસાભાઇ ગરચર રહે. જુનાગઢ ગાંધીગ્રામ (૩) અર્જુન બાબુભાઇ સિંધલ રહે. જુનાગઢ ગાંધીગ્રામની શોધખોળ હાથ ધરાઇ છે.

પોલીસે કુલ પેટી નંગ-ર૧ તથા છુટી બોટલ નંગ-૬ મળી કુલ બોટલ નંગ-રપ૮ કિ. રૂા. ૧,૦૩,ર૦૦ જપ્ત કરેલ છે.

આ કામગીરી ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇન્‍સ. જે.એચ.સિંધવ, પો.સ.ઇ. જે.જે.ગઢવી પો.કોન્‍સ. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારા વિગેરેએ કરેલ છે.

(1:35 pm IST)