Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જેતપુરના સાડી ઉદ્યોગને બદનામ કરવા કેનાલમાં કલરનું ડ્રમ નાખવાના બનાવને વખોડતુ એસોસીએશન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૩ :.. શહેરની ધોળી નસ સમાન સાડી ઉદ્યોગ હાલ મહા મંદિનો સામનો કરી રહ્યો છે. મોટાભાગના કારખાનાઓ બંધ હાલતમાં છે. તેમાં કોઇ હિતશત્રુએ પાણીની વહેતી કેનાલમાં કલરનું ડ્રામ નાખી દેતા પાણી લાલ થઇ ગયેલ. આ કારસ્‍તાન કોઇ કારખાનેદારનું ન હોય બનાવને ડાઇંગ એસોસીએશને વખોડી કાઢયો.

શહેરની મધ્‍યમાંથી પસાર થતી ભાદરની કેનાલનું પાણી લાલ થઇ ગાયુ હોય તેમાં કોઇ કારખાનેદારે કારખાનાનું કલર વાળુ પાણી છોડયુ હોવાના સમાચાર વાયુ વેગે ફેલાતા તુરંત ડાઇંગ એસો. પ્રમુખ જયંતીભાઇ રામોલીયાએ આ ઘટના અંગે ગંભીરતા લઇ તપાસ કરાવતા કોઇ અજાણ્‍યા શખ્‍સે શહેરથી ૧૦ કિલો મીટર દુર બોડી સમઢીયાળા ગામે જવાના રસ્‍તે થી પસાર થતી કેનાલમાં કલરનું ડ્રમ નાખી ખાણીને પ્રદુષીત કરેલ હોવાનું માલુમ પડેલ તે કલરનું ડ્રમ પણ ખાણીમાં તણાતું મળી આવેલ. આ વિસ્‍તારમાં કોઇ સાડી પ્રીન્‍ટીંગ યુનિટ આવેલ નથી. જેથી શહેરના સાડી ઉદ્યોગને બદનામ કરવા કોઇએ કાવત્રુ કરેલ હોય. એસોસીએશને સખ્‍ત શબ્‍દોમાં વખોળી આ બાબતે પોલીસ ફરીયાદ કરવાની પણ તજવીજ હાથ ધરશે.

આ અંગે ડાઇંગ એસો. પ્રમુખ જેન્‍તીભાઇ રામોલીયાએ જણાવેલ કે કારખાનાઓ દ્વારા થતુ પાણી પ્રદુષણ કાબુમાં લેવા સતત પ્રયત્‍ન શીલ છીએ. જે માટે ર એમ. એલ. ની ક્ષમતાનો સી.ઇ.ટી.પી. તેમજ વેસ્‍ટ વોટર કલેકશન પંપ દ્વારા પ્રદુષીત અને કેમીકલ યુકત પાણી એકત્રીત કરવામાં આવે છે. આવુ દુષ્‍કૃત્‍ય કરી પાણી પ્રદુષીત કરનાર અને શહેરના સાડી ઉદ્યોગને બદનામ કરનારને તાત્‍કાલીક પકડી પાડવા માંગ ઉઠી છે.

(1:36 pm IST)