Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

પોરબંદરમાં જુગાર રમતા ૫ મહિલાઓ ૩૮,૮૦૦ની રોકડ સાથે ઝડપાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨૩ : ઝુંડાળા પ્રેસમાં રહેણાંક મકાનમાં મહિલા સંચાલિત જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા પાંચ મહિલાઓને રૃા. ૩૮,૮૦૦ની રોકડ સાથે પકડી પાડ્યા છે. ઝુંડાળા જીન પ્રેસ વિસ્તારમાં પોલીસે રહેણાંક મકાનમાં ગીતાબેન મેરૃભાઇ મૈયારિયા પોતાના મકાનમાં જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે એલસીબીએ દરોડો પાડીને જુગાર રમતા ગીતાબેન મેરૃભાઇ, ઇન્દુબેન ચંન્દ્રકાંતભાઇ પરીખ, અલ્પાબેન સંજયભાઇ ચાવડા, રૃપીબેન હરીશભાઇ આગઠ તથા બીંન્દીયાબેન ઉર્ફે બીન્દુ સુભાષભાઇ રાજાણીને રૃા. ૩૮,૮૦૦ રોકડ સાથે પકડીને ગુન્હો નોંધ્યો છે.

(1:38 pm IST)