Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જેતપુરમાં વ્યાજના ત્રણ ગણા રૃપિયા ચુકવવા છતાં વ્યાજખોરો ત્રાસ આપી ધમકી આપતા યુવાનનો આપઘાતનો પ્રયાસ

(કેતન ઓઝા દ્વાર) જેતપુર, તા. ર૩: શહેરના ધોરાજી રોડ હાજી દાઉદ હોસ્પિટલ ખાતે રહેતા બસીરભાઇ બાદલભાઇ કપડવંજ કે જેઓ ડ્રાઇવીંગ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે પોતાનું મકાન બનાવવા નાગરિક બેંકમાંથી લોન લીધેલ જે લોનના હપ્તા ભરવામાં અસમર્થ થતા બસીરભાઇ એ ગુજરાતીની વાડીમાં રહેતા તેના મીત્ર મુન્ના શીસોદીયા (રહે. ગુજરાતીની વાડી) ને કહેતા તેમણે માસીક ૧પ ટકાના વ્યાજે લોન ભરપાઇ કરી આપેલ જેથી તેને દર માસે રૃા. ર૦ હજારનો હપ્તો આપવાનું ચાલુ કરેલ બાદ કોરોના આવતા ફરી હપ્તો ભરવાનું બંધ કરેલ. જેથી મુન્નાએ સીશયુરીટી પેટે વીરા શકિત પાસે આવેલ તેમનું મકાન અલ્તાફ ઉર્ફે બાબલો રહીમભાઇ સુથારના નામે કરાવી લીધેલ અને કહેલ કે તારા રૃપિયા પુરા મળી જશે ત્યારે ગુજરાતીની વાડીમાં બ્લોક લઇ આપીશ. બસીરભાઇ એ હાલ સુધી રૃા. ૯ લાખ મુન્નાભાઇને ચુકવી દીધેલ હોય છતા તે રૃપિયાની ઉઘરાણી કરતો હોય તેના મીત્ર અલ્તાફ સાથે મળી ધમકી આપી વ્યાજની રકમ નહી આપે તો મારી નાખશુ, જેથી તેના ત્રાસથી બસીરભાઇએ ફીનાઇલ પી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડેલ શહેર પોલીસે તેની ફરીયાદ પરથી મુન્ના શીસોદીયા, અલ્તાફ શુક્રવાર વિરૃધ્ધ વ્યાજ વટાવની કલમ ૪૦, ૪ર (એ) ૪ર (ડી) પ૦૬ (ર) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:43 pm IST)