Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જૂનાગઢ : સરકારી વિનયન કોલેજમાં ઓગસ્ત કોમ્ટના જન્મદિવસની ઉજવણી કરાઇ

જૂનાગઢ :  સરકારી વિનયન કોલેજ ભેસાણ માં  સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા સમાજશાસ્ત્ર ના પિતા ઓગસ્ત કોમ્ટના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઓગસ્ટ  કોમ્ટનો સમાજશાસ્ત્રીય ખ્યાલ વિષય પર એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યું, જેમાં ઓગસ્ત કોમ્ટ ના જીવન અને સમાજશાસ્ત્રમાં ઓગસ્ટ કોમ્ટની ભૂમિકા શુ છે તેનો પરિચય આપવામાં આવ્યો હતો. કોલેજના  આચાર્ય ડો. યોગેશકુમાર વી.પાઠકના માર્ગદશન હેઠળ સમગ્ર આયોજન કરાવામાં આવ્યુ હતું. મુખ્ય વકતા તરીકે સમાજશાસ્ત્રના આસી પ્રો ડૉ.સચિન પીઠડીયા એ ઓગસ્ટ કોમ્ટ નો જીવન પરિચય અને  સમાજશાસ્ત્ર ના ઓગસ્ટ કોમ્ટ પિતા શા માટે કહેવાય છે? તેનો વિગતે પરિચય આપ્યો હતો. આ તકે   સમાજશાસ્ત્રના એફ વાય, એસ વાય, ટી વાય નાવિદ્યાર્થીઓ તથા અન્ય વિષયના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.આ તકે વાઇસ પ્રિ. પ્રો ડો.સરોજબેન નારીગરા પ્રો.ડૉ.પંકજ સોલંકી, પ્રો ડો. કવા સાહેબ, પ્રો. ડો.દિલીપ ગજેરા સાહેબ તેમજ પ્રો. ડો. પી. વી ગુરનાણી, પ્રોે ડો.મહેશ વાઘેલા, ગ્રંથપાલ નીતિન ગજેરા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ  કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના તમામ સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)(

(1:43 pm IST)