Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મોરબીમાં મહિલા ઉપર તલવારની હુમલો

ફરીયાદ કરી તો જાનથી મારી નાંખીશ તેમ કહી પ શખ્સો તૂટી પડ્યા : ટીવી-કબાટ તથા ફરીયાદમાં પડેલ બાઇક ઉપર પાઇપ ઝીંકયા : કાળીબેનની આંગળી કપાઇ જતા રાજકોટ ખસેડાયા : પૌત્રને ઝાપટ કેમ મારી ? તેવું પૂછતા મહિલા ઉપર હુમલો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા ૨૩: મોરબીમાં વજેપર શેરી નં-૨૩માં પાંચ ઇસમોએ તલવાર, છરા અને લોખંડના પાઇપ વડે મહિલા પર હુમલો કર્યો હતો. અને ટીવી,કબાટ તથા ફળિયામાં પડેલ બાઇકને નુકસાન પહોંચાડ્યું હતું. અને ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. હાલ ઇજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ છે. આ મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

મોરબીના વજેપર શેરી ૨૩ માં રહેતા ચંદુભાઇ બાબુભાઇ થરેસાએ  મોરબી એ ડીવીઝન પોલીસમાં આરોપી કરશન લખમણભાઇ બાંભણીયા, ગીરીશ નારણભાઇ કંમ્ડારીયા, દશરથ દેવજીભાઇ વરાણીયા, વિષ્ણુ પ્રહલાદભાઇ ઠાકોર અને રાહુલ રમેશભાઇ ધામેચાએ જણાવ્યુ હતું કેતેમના ફૈબા કાળીબેન વેલજીભાઇ ચૌહાણના પૌત્રને આરોપી કરશને ઝગડો કરી લાફા માર્યા હતા. આ મામલે કાળીબેને આરોપીઑ પાસે ગયા હતા અને ઝાપટુ કેમ મારી તેવુ પૂછ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા ઇસમો પાંચ ઇસમોએ કાળીબેનના વજેપર શેરી નં-૨૩ સરદારજીના બંગલા પાસે આવેલા ઘર પર તલવાર, છરા અને લોખંડના પાઇપ સાથે ધસી આવ્યા હતા અને  આરોપી કરશને લોખંડના પાઇપથી કાળીબેને માથાના ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી હતી. આ ઉપરાંત ઘરમા પ્રવેશી ટીવી,કબાટ તથા ફળીયામા પડેલ બાઇક પર પણ લોખંડના પાઇપના ઘા મારી નુકશાન પહોચાડ્યું હતું. તેમજ આ કામે આરોપી ગીરીશે છરા વડે કાળીબેનના હાથમા ઇજા કરી તેમની ટચલી આંગળી કાપી નાખી હતી. આ ઉપરાંત પાંચેય આરોપીએ ગાળો બોલીને  ઁફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. 

આ ઘટનાને પગલે આસપાસના લોકો અને ફરિયાદી  ચંદુભાઇ આવી જતાં પાંચેય ઇસમો નાસી ગયા હતા. હાલ કાળીબેન રાજકોટની ખાનગી હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં સારવાર હેઠળ છે. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.(

(1:47 pm IST)