Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સંસારમાં સુખી બનવા પુણ્ય કર્મ જરૃરી : ધીરગુરૃદેવ

 (પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૩ :  ધીરગુરુદેવ તથા નયનાજી હાલ મોરબીમાં છે ત્યારે  શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, સોની બજારના આંગણે ધીરગુરુદેવ અને નયનાજી પધાર્યા હતા. આ પ્રસંગે ધીરગુરૃદેવે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, જીવનમાં પુણ્ય કર્મ કરવા માટે ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અર્પણ કરતા રહેવાથી શુભ ભાવની વૃધ્ધિ થશે.

 આ પ્રસંગે માતૃશ્રી ઈચ્છાબેન વલમજી દોશી આયંબિલ ભવનમાં ચૈત્રી આયંબિલ ઓળી અને સમૂહ પારણામાં કુલ ૧૦,૨૧,૦૦૦ નું દાન મુખ્ય દાતા માલિનીબેન કિશોરભાઈ સંઘવી અને આઠમ પાખી યોજનામાં ૧ લાખ મૃદુલાબેન નવનીતલાલ સંઘવી, ૫૧ હજાર રમાબેન સી. દફતરી અને હસુમતીબેન જયસુખલાલ દફ્તરીએ અર્પણ કર્યું હતું. જ્યારે ૫ હજારની તિથિમાં અનેક દાતાઓ જોડાયા હતા.

 આ પ્રસંગે કાઠીયાવાડ સમાજ- અમદાવાદના ટ્રસ્ટી મંડળ તેમજ ચંદ્રિકાબેન શાહ અને પ્રજ્ઞાબેન સુરાણીનું સન્માન કરાયું હતું અને જીવ દયા કળશનો લાભ દીપ્તિબેન શૈલેષભાઈએ લીધો હતો. સંઘને ૨૪ તીર્થંકર નામાંકન ઘડિયાળ જાગૃતિ દેસાઈના હસ્તે આપવામાં આવી હતી. ગુરુદેવની ૪૨મી દીક્ષા જયંતિ પ્રસંગે સુમેરૃતીર્થ- કરજણ પધારવા ઉર્મિલાબેન મહેતાએ સૌને અનુરોધ કર્યો હતો. લોકરસ જાપ અને ડ્રોનું પણ સુંદર આયોજન વર્ષાબેન કોઠારી સહિતનાઓએ કર્યું હતું.

(1:47 pm IST)