Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

અણઆવડત ! મોરબી પાલિકાના શાસકોએ સામાન્ય સભામાં ગત બજેટ સહિતના પ્રોસીડિંગ બહાલ ન કર્યા : કોંગ્રેસ

પાલિકા ઉપ પ્રમુખ કહે છે, સરકારની સૂચના મુજબ ઠરાવ કરવા જ બોર્ડ બોલવાયું હતું અને પ્રોસીડિંગ નામંજુર નહિ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે

રબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે પાલિકાને સુપરસીડ કેમ ન કરવી તેનો જવાબ આપવા માટે આજે મળેલી મોરબી પાલિકાની ખાસ સાધારણ સભામાં ગત સામાન્ય સભાના પ્રોસીડિંગ બહાલ રાખવા મામલે વિવાદ સર્જાયો છે, કોંગ્રેસ દ્વારા બજેટ સહિતના ગત સામાન્ય સભાના પ્રોસીડિંગ મંજુર નહિ કરી પાલિકાના શાસકોએ અણઆવડતનો નમૂનો રજૂ કર્યાનો આરોપ લગાવ્યો છે તો સામે પક્ષે પાલિકાના ઉપ પ્રમુખ કહ્યું હતું કે, સરકારની સૂચના મુજબ ઠરાવ કરવા જ બોર્ડ બોલવાયું હતું અને પ્રોસીડિંગ નામંજુર નહિ પણ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે.

મોરબી નગરપાલિકાની સોમવારે મળેલી સામાન્ય સભા બાદ કોંગ્રેસ અગ્રણી મહેશ રાજ્યગુરુએ જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે, મોરબી શહેરની એ ગ્રેડની નગરપાલિકામાં ભાજપ પક્ષનુ શાસન છે.મોરબીની પ્રજાએ ભાજપને 52 માંથી 52 બેઠક આપી છે પરંતુ અણઆવડત ભર્યા વહીવટના કારણે મોરબી શહેરની પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં શાસકો સદંતર નિષ્ફળ નિવડેલ છે.

વધુમાં આજની સામાન્ય સભાનો મુદ્દો ઉઠાવતા તેમને જણાવ્યું હતું કે, ગત તારીખ 29માર્ચ 2022ને મંગળવારના રોજ પાલિકાનું છેલ્લું જનરલ બોર્ડ મળેલ હતું. જેમાં મોરબી નગરપાલિકાનું વર્ષ 2021 -22નું રિવાઇઝડ બજેટ મંજુર કરેલ તેમજ સાથે વર્ષ 2022 -23નુ બજેટ મંજૂર કરેલ સાથે સાથે મોરબી શહેરના અન્ય કામ અને ખર્ચ કરવાની જોગવાઇ પણ કરેલ હતી. પરંતુ આજના બોર્ડમાં નિયમ મુજબ ગત સામાન્ય સભાના પ્રોસીડિંગ મંજુર કરવાને બદલે શાસકોએ નામંજુર કરી વહીવટી અણઆવડતનો નમૂનો રજૂ કર્યો છે.
વધુમાં તેઓએ ઉમેર્યું કે પાલિકાના જવાબદાર પદાધિકારી દ્વારા એકતરફી કરાર કરી ઝૂલતા પૂલનો વહીવટ કરવા પ્રાઇવેટ કંપનીને વહીવટ સોંપી આપેલ તે પણ જનરલ બોર્ડની મજૂરી વગર, ત્યાર બાદ આ ઝૂલતો પૂલ તૂટી જતાં તેમાં આશરે 135થી વઘુ લોકોના મુત્યુ થતા હાઇકોર્ટ દારા સુઓમોટો રિટ દાખલ કરતા સરકારને પણ જવાબદાર સામે કડક પગલાં લેવા માં નગર પાલિકા વિસર્જન કરવા નોટિસ આપી પરંતુ આ ચૂંટાયેલ સદસ્યોને વહીવટી અણઆવડતને કારણે આજ મળેલ જનરલ બોર્ડમાં ગત જનરલ બોર્ડનુ પ્રોસેડિંગ મજૂર કરવાનો એજન્ડા લેવામાં આવેલ અને સરકારે આપેલ નોટિસનો જવાબ રજૂ કરવાનો ઠરાવ કરવાનુ કહેલ પરંતુ પાલિકાના વહીવટી અણઆવડત વાળા સદસ્યોએ ગત બોર્ડમાં પોતે જ મંજુર કરેલ બજેટ અને કામના ખર્ચના તમામ એજન્ડા સોમાવરની સામાન્યસભામાં ના મંજૂર કરેલ છે તો પાલિકાએ કરેલ આ બઘા ખર્ચની રિકવરી કોની પાસેથી વસુલ કરવા માં આવશે તેની પાલિકા પ્રમુખ પ્રજા જોગ જાણ કરે તેવી માંગણી અંતમાં મહેશ રાજ્યગુરુએ ઉઠાવી છે.

બીજી તરફ કોંગ્રેસના આક્ષેપ અંગે મોરબી નગરપાલિકાના ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજની સામાન્ય સભા સરકારની નોટીસનો જવાબ આપવા માટે જ બોલવાયું હોય ગત સામાન્ય સભાના એજન્ડા સહિતના પ્રોસીડિંગ આજની સભામાં નામંજુર નહિ પરંતુ પેન્ડિંગ રાખવા સર્વાનુમાનતે નક્કી કરાયું હતું અને હવે પછી મળનાર જનરલ બોર્ડમાં પેન્ડિંગ એજન્ડા સમાવી લેવામાં આવનાર હોવાનું ઉમેર્યું હતું

(11:24 pm IST)