Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મોરબીના ત્રાજપર ગામમાં તીનપત્તી રમતા ૩ જુગારી ઝબ્બે.

મોરબીમાં ત્રાજપર ગામમાં જાહેરમાં તીનપત્તી રમતા ૩ શખ્શોની સીટી બી ડિવિઝન પોલીસે ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી.એ સમયે ત્રાજપર ગામમાં બેચરાજી માતાના મઢવાળી શેરીમાં આરોપી રવિ અશોકભાઇ વરાણીયા, ધરમશી ઉર્ફે લાલો રાજુભાઇ ગણેશીયા અને જલો સિંધાભાઇ ગોલતર ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા.
જેથી પોલીસે રોકડા રૂ.૧,૯૩૦ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(11:26 pm IST)