Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મોરબીના ટીંબડી નજીક રોડ ક્રોસ કરતાં બાઇકને કન્ટેનરે હડફેટે લેતા ચાલકનું મોત.

મૃતકના પુત્રએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી

રબીમાં ટીંબડી ગામના પાટિયા આગળ બેકાબૂ કન્ટેનરે રોડ ક્રોસ કરતાં બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત નીપજયું હતું. આ મામલે મૃતકના પુત્રએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી.

  મોરબીના ટીંબડી પાટિયા નજીક રહેતા રાકેશભાઈ રામુભાઈ ચૌહાણએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખઃ-૨૧ના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં તેમના પિતા રામુભાઈ ચૌહાણ પોતાનું હોન્ડા(સાઈન) MP-46-MP-5748 લઈને ટીંબડી ગામના પાટિયા આગળથી પસાર થતાં હતા. એ સમયે તેઓ ટાટા શો-રૂમની સામે હાઈવે પરથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટ્રક કન્ટેનર નંબર GJ-12-AY-3095ના ચાલકે બેફામ ગતિએ વાહન હંકારતા રામૂભાઈને અડફેટે લેતા તેનો બાઇક સાથે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેને પગલે કન્ટેનરને સ્થળ પર મૂકી ચાલક ફરાર થયો હતો. જ્યારે રામુભાઈને માથામાં ડાબા હાથમાં જમણા પગમાં તેમજ શરીરે ગંભીર ઈજા થતા સ્થળ પર જ તેમનું કમક્માટી ભર્યું મોત નીપજયું હતું. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:27 pm IST)