Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મત વિસ્તારના મતદારો આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ લિંકઅપ કરાવી શકશે

સંબંધિત મતદારોની મુલાકાત લઈ બુથ લેવલ ઓફિસરો દ્વારા લિંકઅપ પ્રક્રિયા શરૂ કરાઇ

દેવભૂમિ દ્વારકા:મુખ્ય નિર્વાચીન અધિકારી, ગુજરાત રાજ્ય તરફથી મળેલ સૂચના મુજબ મતદારયાદીના પ્રમાણીકરણ હેતુ મુજબ દરેક મતદારના ચૂંટણીકાર્ડને તેના આધાર નંબર સાથે લિંકઅપ કરાવવા જરૂરી હોવાથી, જેને ધ્યાનમાં લઇને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મત વિસ્તારના તમામ બુથ લેવલ ઓફિસરશ્રી દ્વારા મતદારોના ઘરે- ઘરે જઈને સંબંધિત મતદારની સહમતી મેળવી તેમના આધાર નંબર ચુંટણી કાર્ડ સાથે લિંકઅપ કરવા માટે લિંકઅપ પ્રક્રિયા ચાલુ છે.

જે-તે સંબંધિત મતદાર જો તેમનું આધાર કાર્ડ તેમના ચુંટણી કાર્ડ સાથે જાતે જ જો લિંકઅપ કરવા માંગતા હોય, તો તેમના સ્માર્ટફોન મારફત વોટર હેલ્પલાઇન એપ્લિકેશનની મદદથી કરી શકે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મત વિસ્તારના તમામ બી.એલ.ઓ. દ્વારા સંબંધિત મતદારોની મુલાકાત લઈ તેમના આધારકાર્ડ તેમના ચૂંટણીકાર્ડ સાથે લિંકઅપ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડની વિગતો જોડવા માટે મહિનાના પ્રથમ રવિવારે પોતાના મતદાન મથક ખાતે બી.એલ.ઓ. હાજર હશે ત્યાં પણ મતદારો આધાર નંબર ચુંટણી કાર્ડ સાથે લિંકઅપ કરાવી શકશે.

મતદારોને તેમના આધાર નંબર ચૂંટણીકાર્ડ નંબર સાથે લિંકઅપ કરવા માટે બી.એલ.ઓ.ને જરૂરી સાથ-સહકાર આપવા માટે મતદાર નોંધણી અધિકારી, અને પ્રાંત અધિકારી, દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(12:30 am IST)