Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મોરબી સરકારી તેમજ ખાનગી કચેરીઓ દ્વારા મહેકમને લગતા ત્રિમાસિક પત્રકો જિલ્લા રોજગાર કચેરીને મોકલી આપવા

મોરબી જિલ્લાનાં જાહેરક્ષેત્રની સરકારી કે અર્ધસરકારી કચેરીઓ તથા માન્ય નિગમ-બોર્ડ અને બેંક તેમજ ખાનગી ક્ષેત્રની કંપની, ફેક્ટરી, કોન્ટ્રાક્ટ, શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ એકમોના સક્ષમ સત્તાધિકારીને ખાલી જગ્યાની ફરજિયાત નોંધણીનો કાયદો ૧૯૫૯ની કલમ ૫(૨) અન્વયે મહેકમને લગતી માહિતી મોકલવાની રહે છે. ડિસેમ્બર ૨૨ અંતિતના રજૂ કરવાના ત્રિમાસિક માહિતિ ER-1 પત્રકમાં, સમયગાળો પુરો થયે ૩૦ જાન્યુઆરી સુધીમાં રોજગાર વિનિમય કચેરીને મેઈલ- deemorbi@gujarat.gov.in પર ઓનલાઈન અથવા રૂબરૂ-ટપાલ મારફત ફરજિયાત મોકલવાની રહેશે. અન્યથા કાયદાનો ભંગ થતાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુ માહિતી માટે મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી હેલ્પ લાઈન નંબર- ૬૩૫૭૩૯૦૩૯૦ પર અથવા રૂબરૂ સંપર્ક કરવા જિલ્લારોજગાર વિનિમય કચેરી દ્વારા જણાવાયું છે.

(12:33 am IST)