Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે યુવાન અકસ્માતે કુવા પડી જતા મોત નીપજ્યું:

ગ્રામજનોએ મૃતક યુવાનને કુવામાંથી બહાર કાઢ્યો: લાડકવાયા પુત્રના અકાળે અવસાનથી પરિવારમાં શોક ફેલાયો

 કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે રહેતા ધીરુભાઈ ઠૂંમરનો પુત્ર ધર્મેશ (ઉ. વ. ૨૩ ) પોતાના ખેતરે  રવિવાર રાત્રીના પાણી વાળવા ગયો હતો. પાણી ની મોટર ચાલુ કર્યા બાદ કૂવામાં પાણી નું પ્રમાણ જોવા જતા બેલેન્સ ગુમાવતા અકસ્માતે કુવામાં પડી જતા મોત નીપજ્યું હતું ઘટનાની જાણ ગ્રામજનોને થતા ત્યાં દોડી આવ્યા હતા અને ધર્મેશ ને કુવાના પાણીમાંથી બહાર કાઢ્યો હતો પરંતુ તે દરમિયાન તેનું પ્રાણ પખેરું ઉડી જવા પામ્યું હતું, ધર્મેશ ખેતી સાથે કડીયા કામ કરતો હતો, બે ભાઈ અને બહેનનાં પરિવારમાં નાનો હતો, લાડકવાયા પુત્રના અકાળે અવસાનથી પરિવારમાં શોક ફેલાયો હતો

(12:34 am IST)