Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મોરબીના બરવાળાથી ખેવારીયા જતી પાણી પુરવઠાની તૂટેલી લાઈન રીપેર કરાવવા માંગ.

લાઈન તૂટેલી હોવાથી પાણીનો બગાડ થાય છે પાણીનો બગાડ અટકાવવા મુખ્યમંત્રીને પત્ર.

મોરબી તાલુકાના બરવાળા ગામથી ખેવારીયા જતી પાણી પુરવઠાની લાઈન તૂટેલી હોય જેથી પાણીની તૂટેલી લાઈન રીપેર કરી પાણીનો બગાડ અટકાવવા સંસ્થા અગ્રણીએ માંગ કરી છે.

  ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે બરવાળા ગામે આવેલ સંપ અને ઓવરહેડ ટેંકમાંથી બરવાળાથી ખેવારીયા સુધી પાણીની લાઈન જઈ રહી છે જે લાઈન છેલ્લા દોઢ માસથી તૂટેલી છે અને પાણીનો બગાડ થઇ રહ્યો છે જે મામલે તંત્રને રજૂઆત કરવા છતાં લાઈનના કોન્ટ્રાકટર દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી અને કોન્ટ્રાકટરની દાદાગીરી જોવા મળી રહી છે પાણી બચાવવું જરૂરી હોય જેથી તાત્કાલિક રીપેર કરાવી પાણીનો બગાડ અટકાવવા તેમજ તપાસ કરીને જવાબદારો સામે યોગ્ય પગલા ભરવા માંગ કરવામા આવી છે.

(12:52 am IST)