Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

માળિયાના વેજલપર ફીડરમાંથી દિવસે વીજળી આપવા સાત ગામના ખેડૂતોની માંગ.

જીલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી.

મોરબી : હાલ ભયંકર ઠંડી પડી રહી હોય ત્યારે માળિયા તાલુકાના સાત ગામના ખેડૂતોએ

વેજલપર ફીડરમાંથી દિવસે વીજ પુરવઠો આપવા માંગ કરી હતી
માળિયા તાલુકાના જુના ઘાટીલા, ખાખરેચી, મંદરકી, રોહીશાળા, વેજલપર સહિતના ગામના ખેડૂતોએ ભાજપ અગ્રણી કેતનભાઈ વિડજાને સાથે રાખીને આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે હાલ શિયાળાની મોસમ હોવાથી રાત્રે ભયંકર ઠંડી પડે છે અને રાત્રે પાણી આપવાથી જમીન અંદર રહેલ જીવ જંતુ બહાર આવવાથી અંધારામાં ખેડૂતોને ભય રહે છે સરકારની સૂર્યોદય યોજના મુજબ ખેડૂતને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાનું આયોજન કરેલ છે તે સ્કીમનો અમલ કરાવી વેજલપર ફીડરમાં આવતા ગામો જુના ઘાટીલા, ખાખરેચી, મંદરકી, રોહીશાળા અને વેજલપર સહિતના ગામોને ખેતી માટે દિવસે વીજ પુરવઠો આપવા માંગ કરી છે લોડ સેટિંગ કરવાના બહાને બે-બે કલાક વીજળી કાપી નાખવામાં આવે છે જેથી ખેડૂતોને હેરાનગતિ થાય છે જેથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે
ચાલુ માસમાં ગત તા. ૦૯ અને તા. ૧૪ ના રોજ ખેડૂતોને વીજળી આપવામાં આવી નથી તેમ પણ આવેદનમાં અંતમાં જણાવ્યું છે.

(12:54 am IST)