Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મોરબીના યુવા અગ્રણીએ ગાંધીનગરના શહીદ જવાનના પરિવારને એક લાખનો ચેક અર્પણ કર્યો.

મોરબીના યુવા અગ્રણી અજય લોરિયા દેશના વીર શહીદોનું ઋણ અદા કરવા શહીદ પરિવારોને આર્થિક મદદ કરી રહ્યા છે જેમાં તોએ ગાંધીનગર જીલ્લાના શહીદ જવાનના પરિવારને એક લાખનો ચેક અર્પણ કર્યો હતો

  ચીન સાથે ગલ્વાન ઘાટીની હિંસા સમયથી દેશના શહીદ જવાનોને આર્થિક મદદ અર્પણ કરવાનો સેવાયજ્ઞ યુવા અગ્રણી ચલાવી રહ્યા છે યુવા અગ્રણી અને જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયા શહીદ પરિવારોને રૂબરૂ મળીને આર્થિક મદદ કરી રહ્યા છે જેમાં તાજેતરમાં પંજાબના જલંધરમાં શહીદ થયેલ ગાંધીનગર જીલ્લાના વાસણાચૌધરી ગામના દિનેશ પટેલના માતાપિતાને રૂબરૂ મળીને રૂ ૧ લાખનો ચેક અર્પણ કરી માં ભારતીનું ઋણ ચૂકવી ધન્યતા અનુભવી હતી

   
(12:55 am IST)