Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગોંડલના ગુંદાળા ગામે તસ્કરો ત્રાટક્યા:બંધ મકાન ના તાળા તોડી રોકડ તથા સોના ના ઘરેણા ની ચોરી:

ગોંડલ તાલુકા ના ગુંદાળા ગામે ઘર માલીક રાત્રે વાડીએ પાણી વાળવા ગયા હોય બંધ મકાન ના તાળા તોડી તસ્કરોએ પરોણાગત કરી સોના ના ઘરેણા તથા રોકડ ની ચોરી કરી જતા બનાવ અંગે તાલુકા પોલીસ મા ફરિયાદ થવા પામી છે.

પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળા મા સહકારી મંડળી ના ગોડાઉન પાછળ રહેતા જીતુભાઇ મગનભાઈ સોજીત્રા ગત રાત્રે પોતાની વાડીએ પાણી વાળવા ગયા હતા ત્યારે તેમના બંધ મકાન મા દરવાજા ના તાળા તોડી તસ્કરોએ મકાન મા પ્રવેશી રુમ ના કબાટ ને તોડી તેમા પડેલા રોકડ રુ.વીસ હજાર તથા સોના ના દાગીના ની ચોરી કરી હતી.

બનાવ અંગે જીતુભાઇ ના નાનાભાઇ હેમંતભાઇ એ જણાવ્યુ કે ભાભી સહીત નો પરિવાર સુરત લગ્ન મા ગયો હતો.અને મોટાભાઇ જીતુભાઇ રાત્રે પાણી વાળવા વાડીએ હતા ત્યારે રાત્રી ના બે થી ચાર દરમ્યાન ચોરી થઈ છે.તસ્કરોએ ચૌદ તોલા ના સોના ના ઘરેણા તથા રોકડ વીસ હજાર ની ચોરી કરી છે.સવારે ઘર ના તાળા તુટેલા જોઈ ચોરી ની જાણ થઈ હતી.

બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:07 am IST)