Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ભાણવડમાં કોંગ્રેસના ગઢમાં ગાબડુઃ રર આગેવાનો ર૦૦ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

પરસોતમ રૂપાલા, પૂનમબેન માડમ, મુળુભાઇ બેરા સહીતનાની ઉપસ્થિતિ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ર૩: દેવભુમી  દ્વારકા જીલ્લાના ભાણવડમાં કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડયું છે અને રર આગેવાનો અને ર૦૦ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.

આ તકે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા, સાંસદ પૂનમબેન માડમ, મુુળુભાઇ બેરા સહીતના ઉપસ્થિત રહયા હતા.

આગેવાનો કરશનભાઇ લાખાભાઇ ભેડા, ખીમાભાઇ પુનાભાઇ રાવલીયા, વરવાભાઇ ભાટીયા, પ્રભુદાસભાઇ પાડલીયા, રમણીકભાઇ કારેણા, મહેન્દ્રભાઇ પટેલ, ગોગનભાઇ કાનાભાઇ ડેર, જીણાભાઇ છુછર, કીરીટભાઇ કણસાગરા, કેશુભાઇ ડઢાણીયા, સુરેશભાઇ એભાભાઇ આંબલીયા, ધનાભાઇ મુરૂભાઇ ભેડા, વેજાણંદભાઇ એભાભાઇ ભેડા, ડાડુભાઇ કરશનભાઇ ભેડા, પાલાભાઇ વેજાભાઇ સોસોદીયા, અરજણભાઇ ખીમાભાઇ વાવણોટીયા, ગોવિંદભાઇ દેવાણંદભાઇ વરૂ, દિનેશભાઇ અરજણભાઇ કેશરીયા, દેવાભાઇ કરણાભાઇ કેશરીયા,હમીરભાઇ સાજણભાઇ વિંઝવા, પાલાભાઇ નથુભાઇ ગોજીયા, એભાભાઇ પુંજાભાઇ ગોજીયા સહીતના ભાજપમાં જોડાયા છે.

(12:01 pm IST)