Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કચ્છના કંડલામાં ૨૪ દેશોની ઇન્ટરનેશનલ પોર્ટ સમિટનું નરેન્દ્રભાઇના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરાશે : ૩૫૦૦ કરોડના એમઓયુ થશે

શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિતીમાં યોજાશે 'મેરી ટામઇ ઇન્ડિયા સમિટ', ભારત સહિત ૨૪ દેશો ૨ થી ૪ માર્ચના સમિટમાં જોડાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૩:  દિનદયાળ પોર્ટ કંડલાના યજમાનપદે આગામી અઠવાડિયે 'મેરી ટાઈમ ઇન્ડિયા સમિટ' નું આયોજન થઈ રહ્યું છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજાનાર આ સમિટમાં ૨૪ દેશો પણ ભાગ લેશે.

આ ઈન્ટરનેશનલ સમિટને વડાપ્રધાન નરેન્દ્રભાઈ વર્ચ્યુઅલી ખુલ્લી મુકશે. દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતાના માર્ગદર્શન નીચે તા. ૨ થી ૪ દરમ્યાન યોજાનાર આ સમિટના આયોજન માટે જહેમત ઉઠાવાઈ રહી છે.

દીનદયાળ પોર્ટ કંડલાના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ આપેલી માહિતી મુજબ આ સમિટ માં ૩૫૦૦ કરોડના રોકાણના ૧૫ જેટલા એમઓયુ થશે. સમિટ દરમ્યાન એક સેશન કલાઈમેટ ચેન્જનું પણ રહેશે.

(10:11 am IST)