Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કચ્છનાં બારોઇમાં અનેક સમસ્યાઓ સામે લોકોની ચૂંટણી ટાણે નારાજગી

(રામ ગઢવી દ્વારા) મુદ્રા, તા.૨૩: બારોઇમાં અનેક સમસ્યાથી લોકો ચૂંટણી ટાણે પોતાની નારાજગી વ્યકત કરી હતી. બારોઇ નગરપાલિકામાં સમાવિત થતા પ્રથમ નગરપાલિકાની ચૂંટણી જોજાઇ રહી છે. પરંતુ ગામ પંચાયતની જે સમસ્યા હતી. એ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. ત્યારે ચૂંટણી આવતા લોકો પોતાનો () સાથે નારાજગી વ્યકત કરી રહ્યા છે. લાંબા સમયથી ખારા પાણી રોડ રસ્તા ગટર ગેરકાયદેસર દબાણો વગેરે ફરિયાદો કરી રહ્યા છે. ત્યારે ચુંટણીના નગારા વાગી રહ્યા છે.

માત્ર ખાલી ચુંટણી ટાણે આશ્વાસન આપી રાજકીય આગેવાનો મત લેવા માટે આવતા હોય છે. ત્યારે પછી લોકોની મુશ્કેલી માટે કોઇ પણ આગેવાનો આગળ આવતો નથી. જયારે જયારે ચુંટણી આવતી હોય છે. ત્યારે વધારે પ્રમાણમાં લોકો પીવાના પાણી માટે ફરિયાદો કરવામાં આવે છે. છતાં પણ () આવતા લોકો આ ચુંટણીમાં પોતાનો રોક્ષ સાથે નારાજગીની  પ્રથા બતાવશે. તેવો બારોઇ વાપીઓ જણાવી રહ્યા છે. જયારે વરસાદી માહોલ હોય છે. ત્યારે અનેક સોસાયટીમાં પાણી ભરાવાના બનાવા બનતા હોય છે. ત્યારે અનેક સોસાયટીમાં પાણી ભરાવાના બનાવા બનતા હોય છે. ત્યારે ચુંટેલા પ્રતિનિધિઓ () પણ નથી. તેવી ફરિયાદો બારોઇ વાશીઓ કરી રહ્યા છે.

મકાન વેરા, પાણીવેરા, સફાઇ વેરા વગેરે ભરવામાં આવે છે. છતાં પણ લોકોને સુખાકારી મળે એના બદલે લોકોને દિનપ્રતિદિન મુશ્કેલીઓમાં વધારો થઇ રહયો છે. બારોઇમાં વિકાસની વાત કરીએ તો કરોડો રૂપિયા વિકાસના કાર્ય માટે મંજુર થયા હતા. પરંતુ વિકાસ માત્ર કાગળ ઉપર દેખાઇ રહ્યો છે. તેવા આક્ષેપો બારોઇના લોકો કરી રહ્યા છે.

(10:09 am IST)