Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

મેંદરડા જિલ્લા પંચાયતની સામાન્ય બેઠક પર મહિલાને ટીકીટ : કોંગીના ભારતીબેન કુંભાણી મેદાને

જૂનાગઢ પંથકના જાણીતા એડવોકેટ ધીરજલાલ કુંભાણીના જીવનસંગીનીની ઉમેદવારી વન્સમોર

રાજકોટ,તા. ૨૩: જૂનાગઢ જિલ્લા પંચાયતની મેંદરડા સામાન્ય બેઠક પર જાણીતા એડવોકેટ શ્રી ધીરજલાલ કુંભાણીના ધર્મપત્ની શ્રીમતી ભારતીબેન કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની ૩૦ બેઠકો છે. સામાન્ય બેઠક પર કોંગ્રેસ મહિલાને ટીકીટ આપી હોય તેવું એક માત્ર મેંદરડા બેઠકમાં છે.

શ્રીમતી ભારતીબેન કુંભાણી ૨૦૧૫માં આજ બેઠક પરથી ચુંડાઇને પંચાયતમાં શિક્ષ્નણ સમિતિના અધ્યક્ષ બન્યા હતા. આ વખતે બેઠક મહિલા અનામતમાંથી સામાન્ય થઇ જતા પાર્ટીએ તેમના કાર્યની કદરરૂપે ફરી આજ બેઠક પર ટીકીટ આપી છે. કુંભાણી દંપતિ વર્ષાથી જાહેરો જીવનમાં નિકલંક રીતે કાર્યરત છે. શ્રી ધીરજલાલ  કુંભાણી અગાઉ જૂનાગઢ જિલ્લા બાર એશો.ના પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. હાલ મેંદરડા બાર એશો.ના પ્રમુખ તરીકે સેવા આપે છે. ૫ વર્ષની સક્રીયતા અને કોંગ્રેસ તરફથી લોકલાગણીના કારણે પ્રચારમાં તેમને વ્યાપક આવકાર મળી રહ્યા છે.તેમણે ઉમેદવારીની જેમ વિજય પણ વન્સમોર થવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે.

(10:10 am IST)