Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

મોરબીના ઘુનડામાં ૨૦૦ ઘેટાના મોત સીપોકસ રોગનાં કારણે થયાનું તારણ

ઘણા સમય બાદ આ રોગે ફરી દેખા દેતા પશુઓમાં રસીકરણ કરાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૩: નજીકના ઘુનડા ગામે રહેતા માલધારી પરિવાર પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ઘુનડા ગામે રહેતા માલધારીઓમાંથી છ થી સાત જેટલા માલધારીઓના ઘેંટા છેલ્લા ૧૫ દિવસથી મૃત્યુ પામી રહ્યા છે ૧૫ દિવસમાં ૨૦૦ જેટલા ઘેટાના મોત થયા હોવાની માહિતી માલધારી અગ્રણી વાલાભાઈ રબારી પાસેથી પ્રાપ્ત થઇ છે ઘેટાને કોઈ રોગચાળો લાગુ પડ્યું હોય તેમ એક બાદ એક દ્યેટા મૃત્યુને ભેટી રહ્યા છે જે બનાવને પગલે માલધારી પરિવારોએ પશુ ડોકટરને જાણ કરતા આજે મોરબીથી પશુ ડોકટરની ટીમ દોડી ગઈ હતી અને સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

મોરબીના પશુ ડોકટર અમિત કાલરીયાની ટીમે ગામની મુલાકાત લીધી હતી તો રોગચાળા અંગે જણાવ્યું હતું કે દ્યેટાઓને સીપોકસ નામનો રોગ થયાનું જાણવા મળ્યું છે જે વાયરલ ઇન્ફેકશન છે જેની રસી પણ ઉપલબ્ધ છે જેથી રસીકરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું તો ગ્રામજનો પાસેથી એકત્ર કરેલ માહિતી પ્રમાણે છેલ્લા ૭ દિવસના ગાળામાં આજના સહીત ૧૦૦ થી ૧૨૫ ઘેટાના મોત થયાનું જણાવ્યું હતું ઘેટાઓને જે સીપોકસ રોગ લાગુ પડ્યો છે તે ઘણા સમય બાદ ફરી દેખાયો હોવાનું પણ પશુ ડોકટરે જણાવ્યું હતું.

(10:12 am IST)