Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

મતદારોને મનાવવા ભજીયા પાર્ટી-તાવા પાર્ટી

જસદણ : વિંછીયા પંથકમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં મતદારોના અકળ મૌન વચ્ચે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચુંટણી પ્રચારના શ્રીગણેશ તો કરી દેવામાં આવ્યા છે. પરંતુ મતદાન આડે હવે માંડ આઠ દિવસ બાકી હોવા છતા ગ્રામ્ય વિસ્તારોતો ઠીક શહેરી વિસ્તારમાં પણ હજુ પ્રચારનો માહોલ જામતો ન હોવાનુ ચિત્ર ઉપસી રહ્યુ છે, જો કે મતદારોને મનાવવા હાલમાં ખાનગીમાં તાવા - ભજીયા પાર્ટીના આયોજનો પણ શરૂ થયા છે. (તસ્વીર : હુસામુદ્દીન કપાસી,જસદણ)

(11:58 am IST)