Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ભાવનગરના નવા રતનપર ગામના એટ્રોસીટી કેસમાં ત્રણ આરોપીઓને બે વર્ષની સજા ફરમાવતી કોર્ટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૨૩: ભાવનગર નજીકના વરતેજ તાબેના નવારતનપર ગામે ૨૦૧૫ માં બનેલ બનાવમાં ફરીયાદીને મારમારી જાતિ વિરૂધ્ધ અપમાનીત કર્યાના કેસમાં બે દિકરા અને માતા સહિત ત્રણ સામે ગુનો સાબિતમાની અદાલતે તમામને ત્રણ વર્ષની કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.

આ કામના ફરીયાદી હરજીભાઇ આલજભાઇ સુમરા (રહે, નવારતનપર, તા.જી.ભાવનગર) અનુ.જાતિના છે અને આરોપીઓ બીનઅનુજાતિના છે. ફરીયાદી હરજીભાઇ સુમરાએ આરોપી નં. ૧ ભોપાભાઇ નાગજભાઇ લાભકા (૨) કાનજીભાઇ નાગજીભાઇ લાભકા (૩) બેનાબેન નાગજીભાઇ લાભકા (રહે. તમામ નવારતનપર, તા.જી.ભાવનગર) નાઓ ફરીયાદીના ઘરપાસે ગાળો બોલતા હોય જેથી ફરીયાદી હરજીભાઇએ ગાળો બોલવાની ના પાડતા તેની દાઝ રાખી ગત તા. ૧૫/૧૧/૨૦૧૫ ના રોજ ઉકત આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે ફરીયાદી તથા સાહેદને લાકડી તથા તલવાર વડે મારમારી, નનથી મારી નાખવાની ધમકી આપી, ફરીયાદીના મોબાઇલ તથા મોટરસાઇકલને નુકશાન કરી ફરીયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ઉકત આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગૂનો કર્યો હતો.

આ બનાવ અંગે હરજીભાઇ આલજીભાઇ સુમરાએ વરતેજ પોલીસ મથકમાં આરોપીઓ ભોપાભાઇ લાભકા, કાનજીભાઇ લાભકા, બેનાબેન લાભકા, સહિતનાઓએ એક બીજાને મદદગારી કરી ગુનો કર્યો હતો આ બનાવ અંગે ફરીયાદી હરજીભાઇ આલજીભાઇ સુમરાએ વરતેજ પોલીસ મથકમાં જે તે સમયે ઉકત ત્રણેય આરોપીઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ઇંપીકો કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૩, ૪૦૩, ૧૧૪, તથા એટ્રોસીટી કલમ ૩(૧)(૧૦) તથા જીપીએકટ ૧૩૫ મુજબનો ગૂનો નોંધીયો હતો.

આ અગેનો કેસ સ્પેશ્યલ જજ (એટ્રોસીટી) અને એડીશ્નલ સેસન્સ જજ એચ.એન.વકીલ ની અદાલતમાં ચાલી જતા અદાલતે મૌખીક પુરાવા-૧૬, દસ્તાવેજી પુરાવા- ૧૨, સરકારી વકિલ યાત્રીબેન પંડયાની દલીલો વિગેરે ધ્યાને રાખી ત્રણેય આરોપી ભોપાભાઇ લાભકા, કાનજીભાઇ લાભકા, બેનાબેન લાભકા, સામે ઇપીકો કલમ ૩૨૩, ના શીક્ષાપાત્ર ગુના સબબ તકસીરવાન ઠરાવી એક વર્ષની સખ્ત કેદની સના, અને રૂ. એક હનારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સના, અનુ.સુચિત જાતિ અને અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) એકટ ની કલમ ૩(૧)(૧૦) મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી ૨ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ. ત્રણ હજાર દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ,માસની કેદની સજા અદાલતે ફટકારી હતી.

(12:01 pm IST)