Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

બાબરાના ખંભાળા ગામે છોકરી પ્રશ્ને બે જુથોની સશસ્ત્ર ઝઘડો

અમરેલી, તા. ર૩ :  ખંભાળા ગામે છોકરી પ્રશ્ને બે જુથ વચ્ચે પાઇપ, લાકડી, કુહાડી, ઘારીયા વડે મારમારી જીવલેણ ઇજા કરી ધમકી આપ્યાની ફરિયાદ બાબરાપોલીસ મથકમાં નોંધાઇ છે. મનસુખભાઇ રાજાભાઇ સાગઠીયા ઉ.વ.૩૮ના કાકાના દિકરાનો મોબાઈલ કરશન રાજાસાગઠીયાની દિકરી પાસે મળી આવેલ. જે મન દુઃખ રાખી કરશનરાજા સાગઠીયા, મનોજ કરશન સાગઠીયા, રાજા છના સાગઠીયા, અરવિંદરામ સાગઠીયા, સોમા રાજા સાગઠીયા, બીજલ રાણા સાગઠીયાએ કુહાડા, પાઈપ, લાકડી વડે મારમારી ઇજા કરી ધમકી આપ્યાની બાબરાપોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે અરવિંદભાઇ રાજાભાઇ સાગઠીયાના ભાઇ કરશનભાઇની દિકરી ઘરેથી જતી રહેલ. અને ભલાભાઇ સાગઠીયાના દિકરા જીગુભાઈએ મદદ કરેલ જે મનદુઃખ રાખી અરવિંદભાઇ અને પિતા રાજાભાઇ જીગુભાઇને સમજાવવા જતા ગેરકાયદેસર મંડળી રચી. ભલા દાના સાગઠીયા, દેવુબેન ભલાભાઈ સાગઠીયા, જીગુ ઉર્ફે પ્રકાશ ભલા સાગઠીયા, મંગા રામા સાગઠીયા, શાંતુબેન રામાભાઇ સાગઠીયા, કમુબેનમહેશભાઈ સાગઠીયાએ કુહાડા, ધારીયા વડે જીવલેણ ઇજા કર્યાની બાબરાપોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પતિએ લગ્નમાં જવાની ના પાડતા પત્નિએ દવા પીધી 

રાજુલાતાલુકાના કુંડલીયાળા ગામે રહેતી હંસાબેન વિરજીભાઈ બારૈયાને પિયરમાં લગ્નમાં જવું હોય. લગ્નમાં જવાની પતિએના પાડતા પોતાને લાગી આવતા ઝેરી દવાપી ગયાનું રાજુલા પોલીસ મથકમાં પતિએ જાહેર કરેલ, અને મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ.

(1:06 pm IST)
  • અમદાવાદના જમાલપુરમાં વિવાદાસ્‍પદ એમએલએ ઓવૈસીની પાર્ટીનો વિજય access_time 5:48 pm IST

  • મતદારોએ આખે આખી પેનલો વીજયી બનાવીઃ નવી પેટર્ને આશ્ચર્ય સર્જયુઃ એક પણ વોર્ડમાં ક્રોસ વોટીંગ નહી! access_time 3:58 pm IST

  • પોપ્યુલર એપ્પનાં 300 કરોડ યુઝર્સના પાસવર્ડ થયા લીક : Gmail, Netflix અને Linkedin પર એકાઉન્ટ રાખતા યુઝર્સને મોટો ઝટકો :લીક થયેલા ડેટામાં યુઝર્સની આઈડી અને પાસવર્ડ જેવી જાણકારી સામેલ :હેવાલ મુજબ 1અંદાજે 500 કરોડ એકાઉન્ટને ટાર્ગેટ કરાયા હતા જેમાંથી 300 કરોડ યુઝર્સના આઈડી અને પાસવર્ડ હૈક કરાયા access_time 11:15 pm IST