Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

લાઠી તાલુકાના કોંગી આગેવાનોએ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઇ ઝડફિયાના હસ્તે કેસરિયો ધારણ કર્યો

અમરેલી : પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઇ ઝડફિયાના હસ્તે લાઠી તાલુકાના ચાવંડ ગામના કોંગ્રેસના મુખ્ય કહેવાતા એવા જોરૂભાઇ મકાભાઇ ગોહિલ, સરપંચ ભુરખીયા, હરેશભાઇ ગણેશભાઇ પરમાર, ઉપપ્રમુખ, દામનગર નગરપાલિકા, ભગાભાઇ ગરણીયા પીપળવા વાળા સહીત ૨૫૦ જેટલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપની વિચારધારામાં જોડાઇને કેસરિયો ધારણ કર્યો હતો. આ તકે સાંસદ નારણભાઇ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા, પૂર્વ ધારાશાસ્ત્રી બાવકુભાઇ ઉધાડ, ગોપાલભાઇ વસ્તપરા, જીતુભાઇ ડેર, જનકભાઇ સાવલિયા તથા લાઠી તાલુકા, દામનગર શહેર ભાજપના હોદેદારશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ હાજર રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ -અમરેલી)

(1:06 pm IST)