Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

સાવરકુંડલા પાલીકાનાં વોર્ડ નં.ચારમાં ભાજપ પેનલ જોરમાં: પુર્વ કૃષી મંત્રી વધાસીયા પ્રચારમાં જોડાયા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા., ર૩: નગર પાલીકાની ૯ વોર્ડની આગામી તા.ર૮-ર રવીવારનાં રોજ યોજાઇ રહેલી ચુંટણીમાં વોર્ડ નં. ચારમાંથી ચુંટણી લડતા બીજેપી ઉમેદવાર ગુર્જર ક્ષત્રીય સમાજનાં પ્રમુખ ગોવીંદભાઇ પરમાર (કલરવાળા)ની પેનલ અત્યારથી જ મતદારોમાં પ્રભુત્વ જમાવી રહી છે. ત્યારે ગત રવીવારના રોજ પુર્વ કૃષી મંત્રી શ્રી વી.વી.વઘાસીયા, અમરેલી જીલ્લાનાં ભાજપના પુર્વ મહામંત્રી કમલેશભાઇ કાનાણી વોર્ડ નં. ચારમાં પ્રચારમાં જોડાતા ચુંટણી લડતા ઉમેદવારો ખુબ ઉત્સાહીત થયા છે. ગોવીંદભાઇ પરમાર તેની જ્ઞાતિનાં પ્રમુખ છે. જયારે સાથેના ઉમેદવાર ભુપતભાઇ પાનસુરીયા કિસાન મોરચાનાં પ્રમુખ હોય તેમની પેનલ સાથે લડતા અન્ય બે ઉમેદવારો સહીત આખી પેનલ મોટી લીડથી વિજેતા બનશે તેવું વોર્ડ નં. ચારનાં મતદારોમાં ચર્ચાઇ રહયું છે. ગોવિંદભાઇ પરમાર બે ટર્મ સુધી નાગરીક બેન્કના ચેરમેન તરીકે અને એક ટર્મ નગર પાલીકાની કારોબારી સમીતીના ચેરમેન પદે સફળ સેવા આપી ચુકયા હોય નગર પાલીકામાં આગામી સમયમાં તેમની સેવાનો લાભ શહેરોજનોને મળી રહેશે તેમાં શંકાને સ્થાન નથી.

(1:08 pm IST)